શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (07:18 IST)

Red Ant Chutney: લાલ કીડીની ચટણીને જીઆઈ ટેગ, જાણો તેના ફાયદા

Red Ants Chutney
Red Ant Chutney:  ઓડિશામાં લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. અત્યાર સુધીમાં તમે અનેક પ્રકારની ચટણીઓ ખાધી હશે અને જોઈ હશે, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં લાલ કીડીની ચટણી પણ ખૂબ જ હોંશથી બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. હા તમે બરાબર વાંચી રહ્યા છો.
 
એટલું જ નહીં, હવે લાલ કીડીની ચટણીને જીઆઈ ટેગ પણ મળી ગયું છે. આ મસાલેદાર ચટણીને 2 જાન્યુઆરી, 2024 ના રોજ ભૌગોલિક સંકેત ટેગ મળ્યો. આ સિવાય 2018માં બ્રિટિશ શેફ ગોર્ડન રામસેએ પણ તેને 'સ્વાદિષ્ટ' ગણાવ્યું હતું.

છત્તીસગઢનાં આદિવાસી વિસ્તારો, ખાસ કરીને બસ્તરમાં તમે જાઓ તો લાલ કીડીઓની ખાટી-મીઠી ચટણીથી તમારુ સ્વાગત જરૂર થશે. આ ચટણી ખાવાનો સ્વાદ વધારવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે. મોટાભાગે આંબા પર મળતી લાલ કીડીને પકડવા માટે આદિવાસી ઝાડ નીચે કપડું પાથરીને તેની ડાળીને જોરજોરથી હલાવે છે.. જેનાથી કીડીઓ ખરીને કપડા પર પડવા લાગે છે. ત્યારબાદ ગ્રામજનો કીડીઓને ઘરે લઈ જાય છે અને લાલ મરચું, લસણ અને મીઠાની ચટણી બનાવી ખાય છે. આ કીડીમાંથી નિકળતો એસિડનો સ્વાદ થોડા ખાટ્ટો હોય છે. આદિવાસી તેને ભાત સાથે ખાવાનું પસંદ કરે છે.

કેવી રીતે બનાવવામાં આવે છે ચટણી?
ગામ લોકો જંગલમાં ફરે છે અને કીડી અને તેના ઇંડાને વાંસમાંથી ઉપાડે છે. ત્યારબાદ કીડીઓ અને તેમના ઇંડાને પીસવામાં આવે છે. તેને પીસ્યા પછી સારી રીતે સૂકવવામાં આવે છે. તે પછી તેને એક મોટી ઓખલીમાં નાખી સારી રીતે મશળીને પાસવામાં આવે છે. ત્યારબાદ તેમાં ટામેટાં, કોથમીર, લસણ, આદું, મરચું, મીઠું અને થોડી ખાંડ ઉમેરીને ફરીથી પીસવામાં આવે છે. પીસ્યા પછી નારંગી રંગની ચપરા ચટણી તૈયાર થઈ જાય છે.

આ ચટણી માત્ર ઓડિશામાં જ નહીં પણ ઝારખંડ અને છત્તીસગઢના આદિવાસી લોકોમાં પણ ખૂબ પ્રખ્યાત છે. તેને બનાવવા માટે લાલ કીડીઓને થોડું નારિયેળ, લાલ મરચું, મીઠું, લસણ, ફુદીનો અને ધાણા નાખીને તૈયાર કરવામાં આવે છે.
 
ઓડિશા અને છત્તીસગઢમાં સ્થાનિક લોકો આ ચટણી બનાવે છે. ત્યાંના લોકો પહેલા માળાઓનું રક્ષણ કરતી નર કીડીઓથી છુટકારો મેળવે છે. આ પછી, તેઓ માદા કીડીઓ તરફ આગળ વધે છે જે ઇંડા મૂકે છે. આદિવાસી લોકો માને છે કે આ ચટણી ફ્લૂ, શરદી અને થાક મટાડે છે.