સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ભાત(Rice) ખાવાના આ 5 નુકશાન વિશે જરૂર જાણી લો

આપણામાંથી ઘણા લોકો ભાત ખાવાના ખૂબ શોખીન હોય છે. પણ એ લોકોને ભાતનુ વધુ સેવન કરવાથી થનારા નુકશાન વિશે જાણ હોતી નથી.  ભાતમાં કાર્બોહાઈડ્રેટ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેનાથી એ પચવામાં ખૂબ સરળ હોય છે પણ તેને સતત તમારા ડાયેટમાં લેવાથી તેનુ આપણા શરીર પર ખૂબ ખરાબ પ્રભાવ પડે છે. અનેક લોકો તો તેના વગર પોતાના ભોજનની થાળી અધૂરી જ સમજે છે.  એ લોકોએ તેના નુકશાન વિશે જાણીને તેને ખાવાની રીત બદલવી પડશે. 
 
1. શુગર લેવલ વધી જવુ - ચોખાનુ વધુ પડતુ સેવન ડાયાબીટિશના રોગીઓ માટે ખૂબ જ નુકશાનદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ચોખાનુ સેવન કરવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે અને શુગર હાઈ લેવલ સુધી પહોંચી જાય છે.  તેથી ડાયાબીટિશના રોગીઓને ચોખા ન ખાવાની સલાહ આપવામાં આવે છે. 
 
2. જાડાપણાને વધારે - ચોખામાં ફૈટ વધુ હોવાને કારણે અહી જાડાપણુ એક કારણ બની શકે છે. તેથી જે લોકો પાતળા થવા માંગે છે તેમણે ચોખાથી દૂર રહેવુ જોઈએ અને જો ખાવાનુ મન પણ થાય તો તેમણે બ્રાઉન રાઈસને બાફીને ખાવા જોઈએ. 
 
3. અસ્થમામાં ઘાતક - જે લોકો અસ્થમાથી પરેશાન છે તેમણે પણ ભાત ખાવાથી દૂર રહેવુ જોઈએ. ભાતની તાસીર ઠંડી હોવાને કારણે આ અસ્થમાના દર્દીઓમાં શ્વાસની સમસ્યા ઉભી કરે છે. 
 
4. આળસી બનાવે - ભાત ખાધા પછી શરીરમાં શુગરની માત્રા ખૂબ ઝડપથી વધી જાય છે. જેનાથી ઊંઘ આવવી શરૂ થઈ જાય છે અને શરીરમાં આળસ થવા થવા માંડે છે.  જે લોકો જમ્યા પછી કામ કરે છે તેમણે ભાતથી દૂર રહેવુ જોઈએ. 
 
5. પોષક તત્વની કમી - ભાતમાં કાર્બોહાઈડ્રેટનુ ઉચ્ચ પ્રમાણ જોવા મળે છે. આ ઉપરાંત તેમા વધુ પોષક તત્વ હોતા નથી. આ કારણ છે કે ભાતનુ સેવન કરીની શરીરને કોઈ વધુ ફાયદો મળતો નથી. ભાગ ખાધા પછી આપણે ભૂખ પણ જલ્દી લાગી જાય છે.