ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 20 મે 2021 (08:19 IST)

જાણો કોવિડની રિકવરીમાં તમારા ડાયેટમા કેમ સામેલ કરવુ જોઈએ પનીર

નવી શોધ દ્વારા જાણવા મળ્યું છે કે કોવિડનું સંક્રમણ હવાથી ફેલાય રહ્યુ છે. જેના કારણે આપણે સોશિયલ ડિસ્ટેસિગનુ પાલન કરવા છતા લોકો તેના સંકજામાં આવી રહ્યા છે. આવામાં માસ્ક જ સૌથી યોગ્ય છે. આમ  હોવા છતાં,તમે કોવિડથી સંક્રમિત થઈ જઆવ છો તો તમારી ઈમ્યુનિટી જ તમને બચાવી શકે છે. 
રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં પ્રોટીન સૌથી મહત્વનું છે. પનીર તમારી આ તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરી શકે છે. કોવિડ રિકવરીમાં તમારે જાણવુ જોઈએ કે રોજ કેટલુ પનીર ખાવુ જોઈએ. 
 
શરીર માટે શા માટે મહત્વપૂર્ણ છે  પ્રોટીન
પ્રોટીનની ઉણપથી વારંવાર ભૂખ અને ચીડચીડાપણુ થાય છે.
જો શરીરને પૂરતું પ્રોટીન ન મળે તો વાળ અને નખ પાતળા થઈ જાય છે.
રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તમે સરળતાથી બીમાર પડી શકો છો.
પ્રોટીનની કમીથી માનસિક થાક, ડાયાબિટીઝ અને શરીરના ધીમા વિકાસ માટે પણ જવાબદાર છે.
જો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન મળે, તો તમને કોઈ પણ રોગમાંથી સ્વસ્થ થવામાં લાંબો સમય લાગે છે.
નિંદ્રા અને વજનમાં વધારો એ શરીરમાં પ્રોટીનની અભાવના ગેરફાયદો પણ છે.
 
કોવિડની રિકવરીમાં કેમ ખાસ છે પનીર 
પનીરમાં રહેલુ પ્રોટીન આપણને ઝડપી રિકવરી આપે છે અને આપના ઘા ને પણ જલ્દી ભરે છે. તમે આ તમારી NCRT ના પુસ્તકોમાં પણ વાંચ્યું હશે કે પ્રોટીન આપણા શરીરના ગ્રોથમાં અને આપણા ટિસ્યુઓને રિપેયર કરવામાં મદદ કરે છે, જેથી આપણે રોગથી જલ્દી સ્વસ્થ થઈ જઈએ છીએ. પનીર પ્રોટીનનુ  ઉત્તમ સ્રોત છે.
 
પનીર ખાવાના અન્ય લાભ 
 
તેમાં પુષ્કળ પ્રોટીન હોય છે જે આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે.
પનીર ખાવાથી, ઝડપી શારીરિક અને માનસિક વિકાસ થાય છે. તેમાં ઓમેગા -3 હોય છે જે મગજ માટે ખૂબ સારું ગણાય છે.
તેમાં રહેલ કેલ્શિયમ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.
યોગ્ય માત્રામાં પનીરનુ સેવન કરવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલનું પ્રમાણ સંતુલિત રહે છે.
 
દિવસે ક્યારે ખાવુ જોઈએ પનીર 
 
કાચા પનીરનુ સેવન નાસ્તો અને લંક કરવાના એક કલાક પહેલા કરો. તેનથી તમને જરૂરી ઉર્જા મળે છે.  ઉપરાંત, રાત્રે સૂવાના એક કલાક પહેલા પણ પનેરનુ સેવન કરો. કારણ કે સૂતી વખતે શરીરને ખોરાકને પચાવવા માટે સૌથી વધુ પ્રોટીનની જરૂર હોય છે અને પનીરમાં પુષ્કળ પ્રોટીન હોય છે.
 
પનીરનુ વધુ સેવન પણ બને છે નુકશાન દાયક 
 
પનીરનુ વધુ સેવન ન કરો કારણ કે કોઈપણ વસ્તુની અતિ તમને નુકસાન પહોંચાડે છે. પનીર દૂધથી બને છે, તો તેને વધુ ખાવાથી કોલેસ્ટરોલનું જોખમ રહેલું છે. તેથી પનીરનું મર્યાદિત માત્રામાં સેવન કરો. પ્રોટીન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી પ્રોટીનને પ્રાકૃતિક રૂપમાં જ લો.