રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (16:32 IST)

ધીરે ધીરે તમને રોજ મારી રહ્યુ છે સફેદ મીઠુ, જીવતા રહેવુ છે તો એક દિવસમાં ન ખાશો આનાથી વધુ મીઠું

Salt Quantity Every Day: ભારતમાં મોટી સંખ્યામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ  છે. બ્લડ પ્રેશર ઘણા કારણોસર વધે છે, જેમાંથી એક એ છે કે લોકો વધુ પડતું મીઠું ખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે વધુ પડતા મીઠાએ ભારતીયોને હાર્ટ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દી બનાવી દીધા છે. ભારતમાં 25 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સરેરાશ મીઠાનું સેવન દરરોજ 10 ગ્રામ છે. WHO અનુસાર, વ્યક્તિએ દિવસમાં 5 ગ્રામ અથવા તેનાથી ઓછું મીઠું ખાવું જોઈએ. પરંતુ ભારતીયો દરરોજ ડબલ માત્રામાં મીઠું ખાય છે. જેમાં પુરૂષો સરેરાશ 11 ગ્રામ મીઠું અને મહિલાઓ 9 ગ્રામ મીઠું ખાય છે.
 
ગામડામાં મીઠાનો વપરાશ વધુ  
 
ભારતમાં લાઈફસ્ટાઈલ વાળી બીમારીઓ વિશે જાણવા માટે 2017-18માં એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે 18 થી 69 વર્ષની વયના 10 હજાર 659 લોકો પર કરવામાં આવ્યો હતો. ભારતીયો દરરોજ સરેરાશ 8.9 ગ્રામ મીઠું વાપરે છે. પુરુષો 8 ગ્રામ કરતાં થોડું વધારે મીઠું ખાય છે અને સ્ત્રીઓ 7 ગ્રામ કરતાં થોડું વધારે મીઠું ખાય છે. મેદસ્વી લોકો, પુરુષો અને ગામડાઓમાં રહેતા લોકોમાં મીઠાનો ઉપયોગ વધુ જોવા મળ્યો હતો.
 
આ રીતે આવશે કમી 
 
સર્વેના પરિણામો મુજબ જો દરેક વ્યક્તિ ચપટી મીઠું એટલે કે 5 ગ્રામથી ઓછું મીઠું ખાવાના નિયમનું પાલન કરવાનું શરૂ કરે તો હાઈ બીપીને કારણે થતા મૃત્યુમાં 25% ઘટાડો થઈ શકે છે. 15 વર્ષથી વધુ ઉંમરના 28% લોકો તમાકુનું સેવન કરે છે. તેમાંથી 42% પુરુષો અને 14% સ્ત્રીઓ છે. 18 વર્ષથી વધુ ઉંમરના 4% લોકો મેદસ્વી છે. પુરુષો 3 ટકા મેદસ્વી છે અને સ્ત્રીઓ 5 ટકા મેદસ્વી છે. જો દારૂના વપરાશને વ્યક્તિ દીઠ વિભાજિત કરવામાં આવે, તો 15 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ સરેરાશ 5 લિટર દારૂ પીવે છે. પુરુષો 8 લિટર અને સ્ત્રીઓ 2 લિટર દારૂ પીવે છે.
 
આળસ છે બીમારીનુ કારણ 
 
આળસ પણ એક મોટું કારણ છે જે ભારતીયોને બીમાર કરી રહ્યું છે. ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના 34% લોકો શારીરિક રીતે સક્રિય નથી. એટલે કે તેઓ કોઈપણ પ્રકારની કસરત કરતા નથી. 25% પુરુષો અને 44% સ્ત્રીઓ ચાલવા જેવી કસરત પણ નથી કરતી.
 
વાયુ પ્રદૂષણ  છે રોગનું કારણ
 
હાઈ બીપીના બીજા કારણોમાં એ કારણો છે જે આપણે બધા જાણીએ છીએ કે તે આપણને બીમાર કરી શકે છે, જેમ કે પરિવારમાં કોઈને હાઈ બીપી હોય, જાડાપણુ, આલ્કોહોલ અને ધૂમ્રપાન, વધુ મીઠું ન લેવું, કસરત ન કરવી, પરંતુ WHO અનુસાર, જો કોઈ એરિયામાં હવાનું પ્રદૂષણ નિયંત્રણમાં નથી, તો  તે પણ હાઈ બ્લડ પ્રેશરના દર્દી બનાવી શકે છે. 
 
ભારતમાં આટલા છે દર્દી 
 
ભારતીય રિસર્ચ  સંસ્થા ICMRનો તાજેતરનો ડેટા તેનાથી પણ આગળ છે. 2023ના આ આંકડા મુજબ હાલમાં ભારતમાં 31 કરોડથી વધુ લોકોને હાઈ બ્લડ પ્રેશર છે. જ્યારે WHOના 2019ના ડેટામાં આ સંખ્યા લગભગ 19 કરોડ છે. હવે લાઈફસ્ટાઈલવાળી બીમારીઓશહેરોમાંથી ગામડાઓમાં પહોંચી ગઈ છે. હાલમાં ગામમાં દર પાંચમાંથી એક વ્યક્તિ બ્લડપ્રેશરથી પીડિત છે અને દર 20માંથી એક વ્યક્તિને ડાયાબિટીસ છે.
 
ઘરમાં છે મીઠાનો ભંડાર 
 
WHO ના ગણિત મુજબ ભારતમાં 6 કરોડ લોકો વધુ એવા હોવા જોઈએ જેમનુ બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય. જેનાથી મોતનો ગ્રાફ નીચે લાવી શકાય.  ઘરનો કોઈ ખુણો એવો નથી જ્યા ફરસાણ ન હોય. ક્યાક ભુજિયા તો ક્યાક પાપડ, ક્યાક અથાણા તો ક્યાક ચિપ્સ ના પેકેટ્સ મીઠુ સ્વાસ્થ્ય મુજબ નહી સ્વાદ મુજબ ખાનારા ભારતીયોને વાતોમાં રસ અને ખાવામાં મીઠુ જરૂર કરતા વધુ ભાવે છે. 
 
લોકોને મીઠાથી થનારા નુકશાન વિશે ખબર નથી 
 
WHO અને આઈસીએમઆરની એક નવી રિસર્ચ મુજબ એક તૃતીયાંશ ભારતીયોને ખબર છે કે તેઓ વધુ મીઠુ ખાઈ રહ્યા છે પણ તેમને ન તો તેનાથી થનારા નુકશાનનો અંદાજો છે કે ન તો તેઓ એ સમજી રહ્યા છે કે ચટપટુ ખાવાની ટેવ જીવલેણ સાબિત થઈ રહી છે.  ભારતમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીની સંખ્યા વધવાનુ મુખ્ય કારણ મીઠુ જ છે.  
 
દિવસમાં 5 ગ્રામ મીઠું ખાઓ
 
એઈમ્સ દિલ્હીના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અંબુજ રોય કહે છે કે પુખ્ત વ્યક્તિએ દિવસમાં 5 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ, બાળકોએ તેનાથી પણ ઓછું મીઠું ખાવું જોઈએ, લગભગ 3 ગ્રામ. આ એક સ્વસ્થ વ્યક્તિની જરૂરિયાત છે. હાઈ બીપીના દર્દીઓ અને હૃદયના દર્દીઓએ મીઠું પણ ઓછું ખાવું જોઈએ. જો 5 ગ્રામની ગણતરી મુશ્કેલ હોય તો સમજી લો કે તમારે આખા દિવસમાં એક ચમચી મીઠું ખાવાનું છે.
 
જાણી લો તમારા ફેવરેટ ફુડમાં કેટલુ  હોય છે મીઠું
 
ચિપ્સના 100 ગ્રામ પેકેટમાં આશરે 2.5 ગ્રામ મીઠું હોય છે. 100 ગ્રામ પાપડમાં 2 ગ્રામ મીઠું હોય છે. 100 ગ્રામ ચટણી, કેચઅપ અથવા સ્પ્રેડમાં 5 ગ્રામ મીઠું હોય છે. મસાલા ઢોસાની એક પ્લેટમાં 4.5 ગ્રામ મીઠું હોય છે. પાવભાજીની એક પ્લેટમાં 3.54 ગ્રામ મીઠું હોય છે. છોલે ભટુરેની એક પ્લેટમાં 3.91 ગ્રામ મીઠું હોય છે.