ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Stiches સ્ટીચના કે કોઈ ઈજાના નિશાન દૂર કરવાના ટિપ્સ

બાળપણમાં રમતા કે કોઈ બીજી દુર્ઘટનામાં ઈજા લાગવાના કારણ શરેર પર નિશાન રહી જાય છે. જો આ નિશાન ફેસ પર હોય તો એ જોવાવવામાં પણ બહુ ખરાબ લાગે છે. તે સિવાય ઘણી વાર ઑપરેશનના કારણે શરીર પર નિશાન બની જાય છે. લોકો આ નિશાનને દૂર કરવા માટે ઘણા પ્રકારના ક્રીમ્સનો ઉપયોગ કરે છે. પણ તમે કેટલાક ઘરેલૂ ઉપાયથી પણ તેનાથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને આ નિશાનને હટાવવા માટે એવા  જ ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે જેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી છે. 
1. કાકડી 
જો તમે ઈજાના નિશાનથી એક અઠવાડિયામાં રાહત મેળવા ઈચ્છો છો તો આ ડાઘ પર ખીરા કાકડીનો રસ કે ફેસપેક લગાવો. તેનાથી નિશાન લાઈટ થશે. 
 
2. ડુંગળી 
ડુંગળીના રસને રૂની મદદથી ડાઘ પર લગાવો. તમે તેને દિવસમાં ઘણી વાર અપ્લાઈ કરી શકો છો. ડુંગળીનો રસ સોજા અને બળતરા ઓછું કરવામાં પણ ખૂબ મદદ કરે છે. 
 
3. બેકિંગ સોડા
બેકિંગ સોડાથી તમે એક જ અઠવાડિયામાં ડાઘથી છુટકારો મેળવી શકો છો. તેને લગાવવા માટે એક ચમચી બેકિંગ સોડામાં ત્રણ ચમચી પાણી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. તેને તમે થોડા મિનિટ નિશાન પર લગાવીને ધીમે-ધીમે મસાજ કરો અને પછી હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
4. મધ 
જો તમે કોઈ પણ રીતના ડાઘથી પરેશાન છો તો મધ સૌથી જૂનો ઉપચાર છે. ડાઘથી રાહત મેળવા માટે તમે આર્ગેનિક મધ જ ખરીદવું. તેમાં ઓટમીલ અને પાણે મિક્સ કરી પેક તૈયાર કરી લો. હવે આ પેકને નિશાન વાળી જગ્યા પર લગાવો. 
 
5. એલોવેરા 
એલોવેરા જેલ આમ તો ફેસ માટે બહુ લાભકારી છે. એલોવેરા જેલને ડાઘ પર લગાવો. રાત્રે તેનો ઉપયોગ કરવાથી જલ્દી ફાયદો મળશે. 
 
6. કોકો બટર 
કોઈ પણ રીતના નિશાન મટાવવા માટે કોકો બટર પણ ખૂન કારગર ઉપાય છે. તેને લગાવવાથી તમારી સ્કિન નરમ થઈ જશે અને સાથે જ આ તમારી સ્કિન પર કોલોજનને વધારવાથી રોકશે. દિવસમાં ત્રણ વાર કોકો બટરથી ડાઘ વાળી જગ્યા પર મસાજ કરો.