બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 22 એપ્રિલ 2022 (00:55 IST)

ઈંડા સાથે ન ખાશો આ વસ્તુ નહી તો થશે નુકશાન

plastic eggs
સામાન્ય રીતે  ઈંડાને(Egg)પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ જ કારણ છે કે, ઘણા લોકો તેમના આહારમાં ઈંડાને ચોક્કસપણે સામેલ કરે છે. પોષક તત્ત્વો અને ઉર્જાથી ભરપૂર ઈંડા સ્વાસ્થ્ય માટે નિઃશંકપણે ખૂબ જ ફાયદાકારક છે (Egg Benefits). પરંતુ, કેટલીક વસ્તુઓ સાથે ઈંડાનું સેવન શરીર માટે હાનિકારક પણ હોઈ શકે છે. તેથી ઈંડા ખાતા પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કઈ વસ્તુઓ સાથે ઈંડાનું સેવન ન કરવું જોઈએ.
 
એમાં કોઈ શંકા નથી કે ઈંડા પોષક તત્વોથી ભરપૂર હોય છે. કદાચ તેથી જ આપણે ઘણીવાર, ગમે ત્યારે અને ગમે ત્યાં ચિંતા કર્યા વિના ઇંડા ખાઈએ છીએ. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક એવી વસ્તુઓ છે જેની સાથે ઈંડા ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તો આવો જાણીએ ઈંડા સાથે કઈ વસ્તુઓથી બચવું જોઈએ.
 
શેકેલા માંસ સાથે ઇંડા ન ખાઓ
કેટલાક લોકો વધુ હેલ્ધી ફૂડ ખાવા માટે શેકેલું માંસ અને ઈંડા એકસાથે લે છે. જો કે, આ તમારા આહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. તેમજ વધારાની ચરબીને કારણે તેને પચાવવામાં મુશ્કેલી પડે છે. બીજી તરફ ઈંડા અને માંસને એકસાથે ખાવાથી તમે થાકેલા અને સુસ્ત થઈ શકો છો.
 
ખાંડ સાથે ઈંડા ખાવાનું ટાળો
જે લોકો ગળ્યુખાવાના શોખીન હોય છે તેઓ મીઠાઈ  ની સાથે પણ ઈંડા ખાવાનું ટાળતા નથી. પરંતુ ખાંડ અને ઈંડાનું એકસાથે સેવન કરવાથી એમિનો એસિડના કારણે શરીરમાં ઝેરી પદાર્થો ઉત્પન્ન થવા લાગે છે. તેની સાથે રક્ત પરિભ્રમણ બગડે છે અને નસોમાં લોહી જમા થવા લાગે 
સોયા મિલ્ક અને ઈંડાનું સેવન ન કરો ઈંડા સિવાય સોયા મિલ્કમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં બંનેને સાથે ખાવાથી શરીરમાં પ્રોટીનની માત્રા વધે છે. જેના કારણે આપણું શરીર પ્રોટીનને યોગ્ય રીતે શોષી શકતું નથી. ચા સાથે ઇંડા ન ખાઓ કેટલાક લોકો નાસ્તામાં ચા સાથે ઈંડા કે આમલેટ ખાવાનું પસંદ કરે છે. જો કે આમ કરવાથી પેટમાં કબજિયાત, ગેસ અને એસિડિટીની સમસ્યા શરૂ થઈ શકે છે. તેથી, ચા સાથે ઇંડા ખાવાનું ભૂલશો નહીં.