શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 2 નવેમ્બર 2018 (10:54 IST)

Health Tips: શિયાળા અને ફ્લૂથી બચાવશે લેમન ટી, જાણો તેના અન્ય પણ ફાયદા

લેમન ટી સ્વાદમાં સારી હોવાની સાથે જ શરીર માટે પણ ખૂબ ફાયદાકારી રહે છે. લીંબૂમાં કેટલાક એવા નેચરલ તત્વ હોય છે, જે આપણી ત્વચા માટે ખૂબ લાભકારી હોય છે. આ સાથે જ તે તમને તરોતાજા પણ રાખે છે સાથે જ આ અમારા શરીર માટે પણ ખૂબ લાભકારી છે. 
 
આવો જાણીએ લેમન ટી ના કેટલાક ફાયદા 
 
1. લીંબૂમાં સિટ્રીક એસિડ જોવા મળે ચ હે. જે તમારી પાચન ક્રિયાને ઠીક રાખે છે. તેને રોજ સવારે પીવો 
2. લેમન ટીમાં ફ્લેવોનોઈડ્સ નામનુ કેમિકલ જોવા મળે છે. તેનાથી ધમનીઓમાં લોહીના થક્કા બનતા નથી જેને કારણે હાર્ટએટેકનો ખતરો ઓછો થાય છે. 
3. લેમન ટી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 
4. લેમન ટી પીવાથી શિયાળા અને ફ્લૂ જેવી સમસ્યા પણ થતી નથી. 
5. લેમન ટી માં ખૂબ એંટીઓક્સીડેંટ ગુણ હોય છે. આ સાથે જ તેમા પોલીફીનોલ અને વિટામિન c પણ વધુ હોય છે. જે શરીરમાં કેંસર સેલ્સને બનવાથી રોકે છે.