હેલ્થ ટિપ્સ - તમે મેથી દાણાના ઉપયોગથી આ સમસ્યાઓ દૂર કરી શકો છો
લીલી મેથી ખાવાના ફાયદા વિશે તો તમે જાણતા જ હશો. પણ મેથીનુ એક વધુ રૂપ છે. મેથીના નાના નાના દાના પણ અનેક બીમારીઓની અચૂક દવા છે. એક બાજુ જ્યા લીલી મેથીની ભાજી અને પરાઠાના રૂપમાં પ્રયોગમાં લેવામાં આવે છે તો બીજી બાજુ મેથીના દાણાને વધાર લગાવવામા કે પછી ચૂરણના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
મેથીના દાણાનો ઉપયોગ વિવિધ પ્રકારની બીમારીઓ અને સમસ્યાઓના સમાધાન માટે કરી શકાય છે.
1. મેથી રાઈ અને અજમાને સમાન માત્રામાં લઈને તેનુ એક ચૂરણ બનાવી લો. તમે ચાહો તો તેમા થોડી માત્રામાં મીઠુ પણ નાખી શકો છો. જો તમારા ઘરમાં કોઈને ઝાડાની સમસ્યા છે તો તમે આ ચૂરણ આપી શકો છો. પાણી સાથે આ ચૂરણને લેવાથી ખૂબ ફાયદા થશે.
2. અંદરના ભાગે દુખાવો થતો હોય તો મેથીના ચૂરણનો ઉપયોગ કરવો લાભકારી છે. મેથીના દાણાને વાટીને ચૂરણ બનાવી લો. તેમા સંચળ મિક્સ કરીને દિવસમાં બે વાર કુણા પાણી સાથે લેવાથી દુખાવામાં રાહત મળે છે.
3. મેથીના દાણાનો કાઢો બનાવીને પીવાથી ખરાશમાં રાહત મળે છે.
4. જો તમારા કપાળ પર ખૂબ વાળ છે તો તમે મેથીનો ઉપયોગ આ અણગમતા વાળને હટાવવા માટે કરી શકો છો. મેથીને થોડા સમય માટે પલાળી મુકો. પછી તેનુ પેસ્ટ બનાવી લો. તેને પ્રભાવિત સ્થાન પર લગાવો અને થોડીવાર પછી તેને હટાવી દો. આવુ કરવાથી વાળ નીકળી જશે.
5. મેથીને પાણીમાં સારી રીતે ઉકાળી લો. પાણીની માત્રા થોડી વધુ મુકો. જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય તો તેનાથી વાળ ધોઈ લો. મેથીના પાણીથી વળ ધોવાથી વાળમાં ચમક આવે છે. સાથે જ તેનાથી ખોળાની સમસ્યામાં પણ રાહત મળે છે.