રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (07:15 IST)

Hanuman Phal Benefits: સોજાથી લઈને કેંસર ડાયાબિટીજ જેવા અનેક રોગોની દવા છે હનુમાન ફળ, જાણો તેના શક્તિશાળી ફાયદા

hanuman fal
અનેક વખત આપણે કોઈપણ પ્રકારની બીમારીમાં અંગ્રેજી દવાઓ પર નિર્ભર થઈ જઈએ છીએ. જ્યારે કે આપણે રસોડાથી લઈને ગાર્ડન કે બજારમાં અનેક એવી આયુર્વૈદિક ઔષધિથી ભરેલી વસ્તુઓ હોય છે જે સહેલાઈથી દરેક બીમારીને કાબુમાં લઈ લે છે. આજે અહી જે ફળની વાત કરી રહ્યા છે તેના નામમાં જ શક્તિશળી અસર છિપાયેલી છે. જી હા હનુમાન ફળ (Hanuman Phal Benefits) ડાયાબિટીસથી લઈને કેંસર જેવી ગંભીર બીમારીઓની સારવાર નેચરલી કરે છે. 
 
આ કાંટેદાર ફળ સફરજન, કેળા, દ્રાક્ષ અને સંતરાને પણ માત આપીને એક જુદી જ ચિકિત્સકીય ગુણ ધરાવે છે. હનુમાન ફળને સોરસોપ (Soursop) ના નામથી પણ ઓળખવામાં આવે છે. પણ દેશી ભાષામાં તેને હનુમાન ફળના નામથી જ ઓળખવામાં આવે છે. 
 
આ કાંટાળું ફળ સફરજન, કેળા, દ્રાક્ષ અને નારંગીને પણ હરાવીને તેના પોતાના ઔષધીય ગુણો ધરાવે છે. હનુમાન ફળને (Soursop)  તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ દેશી ભાષામાં તેને 'હનુમાન ફળ' તરીકે ઓળખવામાં આવે છે. તે કસ્ટાર્ડ એપલ પરિવારનો સભ્ય છે. 
 
એંટીઓક્સીડેંટનો પાવરહાઉસ છે હનુમાન ફળ 
 
 વિટામિન સીથી ભરપૂર હોવાને કારણે તેને એન્ટીઓક્સીડેન્ટ્સનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે અને આ જ કારણ છે કે તે કેન્સરથી કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી બચાવવામાં અસરકારક છે. આ ફળ ખાવાથી જબરદસ્ત રોગપ્રતિકારક શક્તિ મળે છે. માત્ર આ ફળ જ નહીં, પરંતુ તેના ઝાડના પાંદડામાં જોવા મળતા ફાઈટોસ્ટેરોલ્સ, ટેનીન અને ફ્લેવોનોઈડ્સ જેવા એન્ટીઓક્સીડેન્ટ પણ ત્વચા અને કરચલીઓથી બચાવવા માટે દવાની જેમ કામ કરે છે. તો ચાલો આજે જાણીએ શક્તિશાળી અને ઔષધીય ગુણોથી ભરપૂર આ ફળના સ્વાસ્થ્ય લાભ વિશે.
 
હનુમાન ફળ ખાવાના ફાયદા  - Hanuman Phal Or Soursop Fruit Benefits 
 
કેંસર સેલ્સને ખતમ કરનારુ - હનુમાન ફળ  એન્ટીઑકિસડન્ટોના પાવરહાઉસ, એન્ટી-કાર્સિનોજેનિક ગુણધર્મો ધરાવે છે અને તે જ રીતે કેમોથેરાપી કામ કરે છે તે રીતે કેન્સરના કોષોને મારી નાખે છે. હનુમાન ફળોનો રસ સ્તન કેન્સરની ગાંઠોમાં લ્યુકેમિયા કોશિકાઓનું નિર્માણ અટકાવી શકે છે. તેના પાંદડાના સેવનથી 12 પ્રકારના કેન્સરના કોષોને મારી શકાય છે.
 
યુટીઆઈ ફાઇટર
હનુમાન ફળ યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને દૂર કરવામાં કુદરતી દવા તરીકે કામ કરે છે. વિટામિન સીથી ભરપૂર ફળો પેશાબ અને જનનાંગોના એસિડિક સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે.
 
બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ 
 
અઝહરે કેટલાક પશુ પરીક્ષણોના આધાર પર જણાવ્યુ કે હનુમાન ફળમાં બ્લડ શુગર કંટ્રોલની ક્ષમતા છે. નિયમિત રૂપથી હેલ્ધી ડાયેટ લેવા અને એક્ટિવ લાઈફસ્ટાઈલની સાથે રોજ તેનુ સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થઈ શકે છે. 
 
પાચન શક્તિ વધારનારુ 
 
હનુમાન ફળ એક સિટ્ર્સ ફ્રૂટ છે. તેમા વિટામીન સી વધુ પ્રમાણમાં હોય છે. સાથે જ ફાયબરથી ભરેલા હોવાને કારણે આ કબજિયાતથી લઈને જાડાપણાને પણ દૂર કરે છે. ફાઈબર પાચન અને આંતરડાના કામકાજને પ્રોત્સાહન આપે છે અને કબજિયાત સંબંધી સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે. 
 
એંટી બેક્ટેરિયલ ગુણોનો ખજાનો 
 
આ ફળમાં એંટી બેક્ટેરિયલ ગુણ હોઈ શકે છે. તેનો રસ વિવિધ પ્રકારના બેક્ટેરિયા જેમા કૈવિટી અને પેઢાની બીમારીનો પણ સમાવેશ છે.  એક અભ્યાસમા જાણ થઈ છે કે આ ફળનો રસ કોલેરા સામે પણ અસરકારક હોઈ શકે છે.
 
સોજો ઘટાડવામાં સહાયક 
 
આ ફળમાં એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. આ જ કારણ છે કે તેના ઘટક સોજાને ઘટાડવામાં સક્ષમ હોઈ શકે છે. જેનાથી જૂની બીમારીઓ પણ થઈ શકે છે. આ ગઠિયા જેવા ભડકાઉ રોગોની સારવારમાં સહાયક હોઈ શકે છે.