ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health Tips - આ 4 ઉપાયોથી માથાના દુ:ખાવાથી મેળવો છુટકારો

આ ભાગદોડ ભરેલી જીંદગીમાં કામનો તનાવ વધવાને કારણે લોકોને માથાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક લોકો તેનાથી રાહત મેળવવા માટે પેનકિલરનો સહારો લે છે પણ આ આરોગ્ય પર ખૂબ ખરાબ અસર નાખે છે.  આવામાં તમે આ ઘરેલુ ઉપાયોને અપનાવી શકો છો. 
 
1. તજ - તેને વાટીને તેનો પાવડર બનાવી લો અને તેમા થોડુ પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. પછી આ પેસ્ટને માથા પર 30 મિનિટ લગાવો અને પછી કુણા પાણીથી ધોઈ લો. 
 
2. ચમેલીના ફૂલની ચા - આ માથાના દુખાવામાં ખૂબ જ લાભકારી છે. 1 કપ ફૂલની ચા બનાવીને પી લો ચાહો તો તેમા સ્વાદ માટે મધનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
3. લવિંગ - થોડીક લવિંગને વાટીને એક સ્વચ્છ કપડામાં બાંધીને સૂંઘવાથી માથાના દુ:ખાવાથી છુટકારો મળે છે. 
 
 4. આદુ - આદુ અને લીંબૂનો રસ સમાન માત્રામાં મળ્યો કરી તેનુ સેવન કરો. ચાહો તો  આદુવાળી કૈંડીનુ પણ સેવન કરી શકો છો.