બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (08:26 IST)

હૃદય માટે ફાયદાકારક છે કાળા તલ, આ રીતે ખાશો તો નહીં આવે હાર્ટ એટેક અને હાઈ બ્લડપ્રેશર

- તલમાં  (Sesame seeds)ટોકોફેરોલ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે
-કાળા તલના તેલમાં પ્રોટીન, સિસોમોલિન, લિપેઝ, પામમેટિક, લિનોલીક એસિડ હોય છે.
- તલ ખાવાથી ચહેરા પર ચમક આવે છે
 
હાયપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર ઘણી દિલની બીમારી  તરફ દોરી શકે છે. જો હાઈ બીપીને કંટ્રોલમાં નહીં રાખવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય દિવસેને દિવસે બગડતું જશે.   હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ એટલી સામાન્ય બની ગઈ છે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. વૈજ્ઞાનિક અને હર્બલ મેડિસિન નિષ્ણાત દીપક આચાર્યએ અમને જણાવ્યું કે કાળા તલ હૃદય માટે અત્યંત ફાયદાકારક છે. તેમણે કહ્યું કે 2012માં થાઈલેન્ડની મહિડોલ યુનિવર્સિટીના કેટલાક વૈજ્ઞાનિકોએ હિરણ લાલ જેવા નિષ્ણાતો દ્વારા કાળા તલ સંબંધિત પરંપરાગત જ્ઞાનના આધારે કેટલાક દાવાઓની પુષ્ટિ કરી હતી અને આ દાવાઓથી સમગ્ર આધુનિક દવા જગતને પણ આશ્ચર્ય થયું હતું.  
 
હાર્ટ માટે શા માટે ખાસ છે તલ ?
 
તલ(Sesame seeds) મા ટોકોફેરોલ્સ અને એન્ટીઑકિસડન્ટો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કાળા તલના તેલમાં પ્રોટીન, સિસોમોલિન, લિપેઝ, પામમેટિક, લિનોલીક એસિડ અને ઘણા પ્રકારના ગ્લિસરાઈડ્સ હોય છે, તેથી તે હૃદય માટે પણ ખાસ માનવામાં આવે છે. હાર્ટની બીમારી હોય કે બ્લડ પ્રેશર સંબંધિત બાબતો હોય, તલ ખાસ છે, પરંતુ આ સિવાય પણ તેના આવા ઘણા અનોખા ઉપયોગો છે, જેનો ઉપયોગ આદિવાસી વિસ્તારોમાં આજે પણ મોટા પ્રમાણમાં થાય છે. 
 
તલનું સેવન  કેટલું  અને કેવી રીતે કરવું?
દરરોજ 10-15 ગ્રામ (3-4 ચમચી) કાળા તલ આરામથી, ગમે ત્યારે ખાઓ..અને હા, ચાવતા પહેલા, તેને હળવા શેકી લો. મીઠું નાખ્યા વગર ચાવવાથી વધુ ફાયદો થશે, તેનો ફાયદો તમારી ત્વચા પર પણ દેખાશે.