બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

શરદી અને કફથી આરામ અપાવશે ચક્રીફૂલ, જાણો કેવી રીતે કરીએ ઉપયોગ- 5 ટીપ્સ જાણવા જેવી

ભારતીય મસાલામાં ચક્રીફૂલનો પણ ઉપયોગ કરાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બિરયાની કે પુલાવ માટે જ કરાય છે, પણ શું તમે જાણો છો કે આ શરદી -ખાંસી -ઉંઘરસ, ગળામાં દુખાવોમાં પણ બહુ ફાયદાકારી છે. આ તેમની સુંગંધ થી ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પણ તેમાં રહેલ ગુણ આરોગ્ય માટે પણ બહુ લાભકારી છે. 
 
તમારા દિવસની શરૂઆત તેની ચા સાથે કરી શકો છો. ચક્રીફૂલ વિટામિન A અને વિટામિન Cથી ભરપૂર છે. તેમાં રહેલ એંટી ઑક્સીડેંટસ ઈમ્યૂન પાવરને યોગ્ય રાખે છે.  તેના સેવનથી શિયાળામાં થતી શરદી-ખાંસીથી પણ બચાવ હોય છે. 
આ રીતે બનાવો ચા 
- ધીમા તાપમાં એક પેનમાં પાણી અને બે ચક્રીફૂલ નાખી 15 મિનિટ સુધી પાણી ઉકાળવા માટે મૂકો. 
- નક્કી સમય પછી પાણી ગાળીને એક કપમાં કાઢી લો. 
- મધ કે લીંબૂના રસના થોડા ટીંપા નાખી પી જાઓ. 
- તેને બે થી ત્રણ વાર પીવાથી કફ અને ઠંડથી રાહત મળે છે.