ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (00:05 IST)

Health Tips - ફણગાવેલા કઠોળના ફાયદા

કઠોળ ફણગાવવાની  રીત - કોઈપણ કઠોળને પલાળતા પહેલા તેને સ્વચ્છ પાણીથી યોગ્ય રીતે ધોઈ લો. ઘણા લોકોને સીધા કઠોળ પલાળવાની ટેવ હોય છે. આ કારણથી તેના પર રહેલો પાવડર જેવો કચરો યોગ્ય રીતે સાફ થતો નથી. આથી તેને પલળતા પહેલા પાણીથી ચોક્કસ સાફ કરવા જોઈએ.
 
- કઠોળ પલાળતી વખતે પાણી યોગ્ય પ્રમાણ મા ન લો તો કઠોળ વ્યવસ્થિત રીતે ફૂલતા નથી. આથી જો તમે એક કપ કઠોળ લો છો તો તેની સામે ચાર ગણુ પાણી ઉમેરવું જોઈએ. આવુ કરવાથી કઠોળ યોગ્ય રીતે પલળશે.
- કઠોળ યોગ્ય રીતે ફણગાવવા  હોય તો સૌપ્રથમ દાળને ચાળણીમાં કાઢી લો. પછી તેમાંથી પાણી નીતરી જાય ત્યાં સુધી તેના પર ભીનુ કપડુ ઢાંકીને પલાળવા દો. આવુ કરવાથી કઠોળ સારી રીતે ફણગાવી શકાય છે.
- કઠોળને યોગ્ય રીતે ફણગાવવા માટે તેને ઓછામાં ઓછો ૨૪ થી ૩૬ કલાક માટે પલાળવા જોઈએ. કઠોળ ફણગાવટી વખતે એને એવી જગ્યાએ રાખવુ જ્યાં વધારે ગરમી કે ઠંડી ન હોય.
- જો તમે ચાળણીમાં કઠોળ ફણગાવતા હોય તો ચાળણી ની નીચે એક વાટકો રાખી દો. જેથી કઠોળને યોગ્ય હવા મળતી રહે અને કપડાને થોડા થોડા સમયે પલાળતા રહો જેથી દાણા સારી રીતે ફણગાવી શકાય. પરંતુ કપડુ એટલુ પણ ભીનુ કરવું કે જેથી તેમાંથી પાણી ટપકવા લાગે.
 
ફણગાવેલા કઠોળના ફાયદા 
 
- ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની કાર્ય ક્ષમતા વધારવા માટે વિટામિન ઈ એક આવશ્યક પોષક તત્વ છે. આટલું જ નહીં પરંતુ આવી ઘઉંનું સેવન કરવાથી ત્વચા અને વાળ પણ ચમકદાર બને છે. કિડની, ગ્રંથીઓ, તંત્રિકા તંત્રની નવી અને મજબૂત કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે. ફણગાવેલા ઘઉંમાં રહેલા તત્વ શરીરમાંથી વધારાની ચરબીનું પણ નાશ કરે છે.
– ફણગાવેલા ભોજનને કાયાકલ્પ કરનારા અમૃતઆહાર કહેવામાં આવે છે, આ શરીરને સુંદર તથા સ્વાસ્થ્ય બનાવે છે.
-ઉપરાંત અંકુરિત અનાજ થયેલા ખોરાકની શર્કરાને શોષવામાં શરીરને મદદ કરે છે. અંકુરિત અનાજનું સેવન એ સસ્તામાં સસ્તો અને શ્રેષ્ઠ રેસાયુક્ત ખોરાક મેળવવાનો રસ્તો છે.
- જે યુવતીઓ ફણગાવેલા ચણા કે મગ ખાય છે તેના વાળ કાળા, ઘટ્ટ અને સુંવાળા બને છે. ચીની સ્ત્રીઓના વાળ કાળા અને ઘટ્ટ હોય છે, કારણ કે ત્યાં રોજ રસોડામાં ફણગાવેલા કઠોળની વાનગી હોય છે,
-અંકુરિત અનાજ સાથે કાચા શાકભાજી અને ફળોને ભેગા કરીને તેમાં મધ કે ગોળ નાંખીને ખાવાથી તેની પોષણ-ક્ષમતા અનેકગણી વધી જાય છે. તાવ, કેન્સર અને મજ્જાતંત્રના રોગો (ન્યુરોલોજીકલ-ડીસોર્ડર્સ) માંથી સાજા થવામાં મદદ મળે છે.
- ફણગાવેલા મગમાં રોગપ્રતિકાર શક્તિ પણ છે. જો બ્રોકોલી કે કોબી સાથે ફણગાવેલા કઠોળ ખાવામાં આવે તો કેન્સર વકરતું નથી.
- અંકુરિત અનાજ લીવર, ફેફસાં અને બરોળને મજબૂત બનાવે છે.
- અંકુરિત અનાજના ઉપયોગના બે જ સપ્તાહમાં તંદુરસ્તી, સ્ફૂર્તિમાં વધારો થાય છે. ત્વચામાં સુધારો થાય છે. વિચારશીલતા વધે છે અને ઉત્સાહમાં વધારો થાય છે.
- સ્ત્રીઓએ સાંધાના રોગથી પીડાવું ન હોય તો બ્રેડ ન ખાવી. ઘઉની રોટલી ખાય તો સાથે ફણગાવેલા કઠોળ જરૂર ખાવા
-સવારનો નાસ્તો એ અંકુરિત અનાજ ખાવાનો શ્રેષ્ઠ સમય છે. વિવિધ અનાજોને અંકુરિત કરીને ખાવાથી વધુ લાભ મળે છે. તેમને કચુંબર સાથે મેળવીને ખાવાથી વધુ પોષણ મળે છે.
– દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.
- ફણગાવેલા કઠોણ શરીરમાંથી થાક, પ્રદૂષણ અને બહારનું ખાવાથી પેદા થતા એસિડને દૂર કરે છે સાથે જ શરીરને ઊર્જા પણ આપે છે.
-ફણગાવેલા અનાજ રેસાયુક્ત અને સેલ્યુલોઝયુક્ત હોવાને કારણે પચેલો ખોરાક ઝડપથી આગળ વધીને સહેલાઈથી મળરૂપે બહાર નીકળી જાય છે. આથી કબજિયાત અને હરસની તકલીફ થતી નથી. આ રેસા પેટમાંની દીવાલ અને પિત્ત વચ્ચે આવરણ રચીને પેપ્ટીક-અલ્સરના જોખમથી બચાવે છે. રેસાયુક્ત ખોરાક રક્તમાંના કોલસ્ટરોલને ઘટાડીને કાર્ડીયો-વાસ્કયુલર રોગો સામે રક્ષણ આપે છે.