બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (18:17 IST)

ડાયાબિટિશ ઉપરાંત અનેક રોગોમાં રામબાણ ઔષધિ જાંબુ

ડાયાબિટિશના દર્દીઓ માટે જાંબુ એક પારાંપારિક ઔષધિ છે. જાંબુને ડાયાબિટિશના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે. આના ઠળિયા, છાલ, ગર્ભ બધુ જ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે. હવામાનને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખુબ જ કરવો જોઈએ. જાંબુના ઠળિયાને એકત્રિત કરી લેવા કેમકે તેના ઠળિયામાંથી જામ્બોલીન નામનું તત્વ મળી આવે છે જે સ્ટાર્ચને શર્કરામાં બદલતા રોકે છે. ઠળિયાનું ચુર્ણ બનાવીને રાખી મુકવું જોઈએ. દિવસમાં બે-ત્રણ વખત પાણીની સાથે ત્રણ ગ્રામની માત્રામાં સેવન કરવાથી મૂત્રમાં શુગરની માત્રા ઓછી થઈ જાય છે.
 
ડાયાબીટીસ ઉપરાંત જાંબુ અનેક રોગોમાં લાભકારી છે.. 
 
- જાંબુમાં રહેલા ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણ ધરાવે છે. ખાસ કરીને જે બાળકોને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે મીઠું મરી મેળવેલા જાંબુનું સેવન લાભદાયક છે.
 
–લોહીના વિકારથી થતા ગૂમડાં પર જાંબુના વૃક્ષની છાલનું ચૂર્ણ લગાડવું. આવું કરવાથી ગૂમડાં ઝડપથી રૂઝાઈ જશે અને દુખાવો પણ ઓછો થઈ જશે. -જો તમને દાંત સંબંધી સમસ્યાઓ રહેતી હોય જેમ કે પયોરિયા અથવા દાંતમાંથી વહેતા લોહી માટે જાંબુના ઠળિયાનું સેવન ફાયદાકારક છે. 
 
–વારંવાર થતા ઝાડા અને જૂનો મરડો જેવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધી જાંબુના ઠળિયાનું ચૂર્ણ છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સારૂં પરિણામ આવી શકે છે. 
 
-  ગાયકો કે વક્તાઓએ જાંબુનું સેવન ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે.
 
–કમળો, લીવર તથા બરોળના સોજાને દૂર કરવા માટે જાંબુનું સેવન અસરકારક છે. -જાંબુનું સેવન કરતા પહેલાં આટલી બાબતોનું ધ્યાન રાખવું
 
– સાંધાના દુ:ખાવાના દર્દી, સાયટિકાના દર્દી, વાઈ, આંચકી, કબજિયાત અને પેરેલીસીસનાં દર્દીએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું.
 
–ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન જાંબુનું સેવન ટાળો. 
 
–નસ્કોરી ફૂટી, નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે. – દુઝતા હરસ અને મસામાં પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી ફાયદો થાય છે. -જો સ્ત્રીઓને શ્વેત પ્રદરની સમસ્યા રહેતી હોય તો તેમાં આશરે નાની વાટકી ચોખાના ઓસામણમાં બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ નાખી સેવન કરવાથી તરત ફાયદો થાય છે અને આ ઉપાય અસરકારક છે.
 
–શરીરે સોજા રહેતા હોય કે માસિક ધર્મના દિવસો દરમિયાન અથવા ગર્ભિણી સ્ત્રીઓએ જાંબુનું સેવન ન કરવું.
 
-  જ્યારે પેશાબમાં શર્કરાનું પ્રમાણ વધતું હોય અને વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તેવા રોગીઓએ જાંબુના ઠળિયાનું ચૂર્ણ [બે ગ્રામ] સવારે ઠંડા પાણી સાથે લાંબો સમય સુધી લેવાથી ફાયદો થાય છે. એક સંશોધન અનુસાર જાંબુના ઠળિયામાં રહેલા ઔષધિય ગુણો ડાયાબીટીસના દર્દીના પેશાબમાં વધતી સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
 
-ગાયકો કે વક્તાઓએ જાંબુનું સેવન ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે. 
 
–નાના બાળકોને પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય છે તો બાળકો માટે જાંબુનું સેવન હિતકારી છે. સાથે ત્વચાને કાંતિવાન રાખવા માટે પણ જાંબુનું સેવન કરવું જોઈએ. -કાનમાં પરૂ થયું હોય તો પાકા જાંબુનો રસ બે- બે ટીપા કાનમાં નાખવાથી પરૂ બહાર નિકળી જાય છે અને કાનમાં દુખાવો રહેતો નથી. 
 
–ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન જાંબુનું સેવન ટાળો. 
 
–જાંબુ સાથે મીઠા મરીનો ઉપયોગ જરૂરથી કરવો.