ફ્રિજમાં રાખેલો ખોરાક ખાતા હો તો ચેતી જજો
food kept in the fridge- લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખવામાં આવેલ ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. વાસી અને ઠંડા ખોરાકમાં બેક્ટેરિયા જમા થવાને કારણે ચેપ લાગી શકે છે. જાણકારીના અભાવમાં ઘણીવાર એવી વસ્તુઓ ફ્રીજમાં રાખીએ છે જેને રાખવુ જરૂરી નથી. આવુ કરવાથી ન માત્ર ફ્રીજની કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત હોય છે પણ આ ફૂડ આઈટમ પણ તેમનો સ્વાદ પણ ખોઈ નાખે છે. શક્કરટેટી, તડબૂચ અને કેરી એવાજ ફૂડસમાં આવે છે . અહીં જાણો શુ છે તેને સ્ટોર કરવાની સાચી રીત
દાળ
મોટા ભાગના લોકો દાળ બે-ત્રણ દિવસ ફ્રીજમાં રાખે છે અને ધીમે ધીમે બહાર કાઢીને ખાતા રહે છે. આવા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. રેફ્રિજરેટરમાં રાખેલી દાળ ગેસનું કારણ બની શકે છે.
ભાત
વધુ પડતા ચોખા રાંધ્યા હોય અને ફ્રિજમાં રાખ્યા હોય કારણ કે તે પૂરા ન થયા હોય તો તેને બે દિવસમાં પૂરી કરી લો. નહિંતર તેઓ બગડે છે.
તેમજ પાકેલી કેરી અને તડબૂચને પણ ફ્રીજમાં નહી રાખવો જોઈએ . આ ફળોને ધોઈને ઠંડા પાણીમાં થોડીવાર નાખી શકો છો. ત્યારબાદ તેને રૂમ ટેમ્પરેચર પર જ રહેવા દો. ખાવાથી પહેલા તેને કાપીને
થોડીવાર ફ્રીજમાં રાખી શકો છો. કાપેલા ફળ પણ ક્યારે ખુલ્લા ન રાખવું.
ફળો કેવી રીતે સ્ટોર કરવા?
જુદા રાખો ફળ અને શાક
તે સિવાય ફળ અને શાકભાજીને ક્યારે પણ એક શેલ્ફમાં ન રાખવું. તેને જુદા-જુદા સ્ટોર કરવો જોઈએ શાક અને ફળ જુદા પ્રકારની ગેસ રીલીજ કરે છે. સાથે સ્ટોર કરવાથી તેની ક્વાલિટી પર અસર પડી શકે છે.
ટેસ્ટ થઈ જાય છે ખરાબ
ગરમીમાં શક્કરટેટી અને પાકેલી કેરી ખૂબ શોખથી ખાઈ શકાય છે. દરેક કોઈ તેને ધોઈને ફ્રીજમાં રાખે છે પણ આ ફ્રૂટસને ફ્રીજમાં રાખવાથી તેના સ્વાદ પર અસર પડે છે. ખાસ કરીને શક્કરટેટીને
કાપીને ફ્રીજમાં નહી રાખવો જોઈએ. માનવુ છે કે તેમાં ચિલ ઈંજરી થઈ જાય છે જેનાથી તેનો સ્વાદ અને રંગ ફીકો થઈ જાય છે.સાથે જ તેની સપાટી પર બેકટીરિયા પણ થવાના ડર હોય છે જે નુકશાનકારી હોઈ શકે