શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

સેક્સના 10 ફાયદા જાણો છો ?

સેક્સ એવુ ટૉપિક છે જેની સાથે દરેક જણા આપમેળે જ જોડાય જાય છે અને મોટાભાગના લોકો આ બતાવવા પણ માંગતા નથી. 
સેક્સને લઈને અનેક ગેરસમજો છે. પણ અસલમાં સેક્સ દરેક રીતે ફાયદાકારી જ સાબિત થાય છે.  સેક્સથી હેલ્થ પર ખૂબ અસર પડે 
છે. આવો જાણીએ સેક્સના શુ ફાયદા છે. 
 
પિટ્સબર્ગ યૂનિવર્સિટી અને નોર્થ કૈરોલાઈના યૂનિર્વસિટીના રિસર્ચ મુજબ સેક્સ થી ઓક્સ્ટિટોસિન હોર્મોંસનુ લેવલ ગધે  છે.  આ 
હોર્મોનથી પરસ્પર સંબંધોમાં મજબૂતી આવે છે અને વિશ્વાસ વધે છે. આ હોર્મોનના આ નેચરને કારણે લવ હોર્મોન પણ કહેવાય છે. 
ઑક્સિટૉસિન હોર્મોનથી કપલ્સમાં એકબીજા પ્રત્યે ઉદારતાની ભાવના પણ વધે છે. 

સ્કોટલેંડના રિસર્ચ મુજબ સેક્સથી હેલ્થને સૌથી મોટો ફાયદો છે. તેનાથી એક તો બ્લડ પ્રેશર નોર્મલ રહે છે અને બીજુ તણાવ ઓછો થાય છે. 24 મહિલાઓ અને 22 પુરૂષો પર કરવામાં આવેલ સ્ટડીમાં જોવા મળ્યુ કે જે લોકો રેગ્યુલર સેક્સ કરે રહે તણાવ પ્રત્યે તેમનો રિસ્પોન્સ સારો રહ્યો. એક બીજા અભ્યાસ મુજબ સેક્સ કરતા રહેવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં મુકવામાં મદદ મળે છે. 
 
જૂની માન્યતા છેકે સેક્સ કરવાથી વધુ વયના લોકોને હાર્ટએટેક આવવાનુ સંકટ હોય છે. પણ ઈગ્લેંડના રિસર્ચર્સ મુજબ આ ફક્ત ભ્રમ છે આમા કોઈ હકીકત નથી.  એપિડિમિયોલજી એંડ કમ્યુનિટી હેલ્થના જર્નલમાં છપાયેલ રિપોર્ટ મુજબ 914 પુરૂષોમાં કરવામાં આવેલ રિસર્ચ દ્વારા જાણ થાય છે કે સેક્સ દરમિયાન તેમને આવેલ હાર્ટ અટેકની સેક્સ સાથે કોઈ લેવા દેવા નથી. 
 
પુરૂષો માટે એક ઉત્તમ સેક્સ ડાઈજાપામ જેવી દવાના બે ત્રણ શૉટ લેવા જેવુ જ દમદાર હોય છે. ડાઈજાપામ એવી દવા છે જેનાથી માંસપેશીયોમાં તણાવ ઓછો થાય છે. સેક્સ દ્વારા સ્ત્રીઓએન ઈમોશનલી ફાયદો પહોંચાડે છે અને તેઓ ડિપ્રેશન જેવી બીમારીઓથી બચી નીકળે છે.  મહિલાઓને સેક્સના ચરમનો અહેસાસ પુરૂષો કરતા વધુ લાંબા સમયે થાય છે. કારણ કે સર્વિક્સ સ્પર્મને ઓવરી તરફ લઈ જવાની પ્રકિયામાં લાગેલો હોય છે. આ દરમિયાન તેઓ ચરમ સીમાનો અનુભવ કરે છે. 
 
 

સ્મોકિંગ અને ડાયાબીટિઝની જેમ જ જો પુરૂષના સેક્સ ઓર્ગેનમાં રેગ્યુલર બ્લડ ફ્લો ન થાય તો અનેક ટિશ્યુ ખતમ થઈ જાય છે.  શોધથી ચોખવટ થઈ કે જે પુરૂષ અઠવાડિયામાં એક વારથી ઓછો સેક્સ કરે છે તેને ઈરેક્ટાઈલ ડાઈફંક્શન (નપુંસકતા) આવવાના ચાંસેસ બે ગણા વધુ હોય છે. 
 
શુ તમે સ્મોકિંગ છોડવા માંગો છો ? જો હા તો સેક્સ કરો. યાદ રાખો, સ્મોકિંગથી પુરૂષના સેક્સ ઓર્ગનના સંકોચાય જવાના ચાંસેસ વધુ રહે છે અને તે ઈમ્પોટેંટ પણ થઈ શકે છે.  આ વાત તમારા પાર્ટનરને જરૂર બતાવો બની શકે છેકે તે સેક્સમાં રસ લેવા લાગે અને આ સાથે જ તમારી સ્મોકિંગની આદત છૂટી જાય. 
 
લોકોને લાગે છે કે પુરૂષના સેક્સ ઓર્ગનથી ફર્ટિલિટી ધણી પ્રભાવિત થાય છે પણ એવુ નથી. સેક્સ તમે કેટલીવાર કરો છો એ વાતથી ફરક પડે છે.  જેટલુ વધુ તમે સેક્સ કરો છો એટલુ જ વધુ એ તમારા સ્વાસ્થ્ય અને વય માટે સારુ રહે છે. જો તમે કંસીવ કરવા માંગો છો તો જેટલુ વધુ ફ્રેશ સ્પર્મ તમે લઈ શકો એ સારુ છે.  તેથી પતિ દ્વારા ખૂબ સેક્સ કરવો મતલબ સેક્શુઅલી એક્ટિવ રહેવુ જરૂરી છે. 
 
સેક્સ કરવાથી મસલ્સ મજબૂત થાય છે અને હાડકાંઓનો દમખમ વધે છે. જે સ્ત્રીઓ ઓછો સેક્સ કરતી રહી હશે મોનોપોઝ પછી 
તેમને ઑસ્ટિયોપોરોસિસની સમસ્યા થઈ શકે છે અને તેના ચાંસેસ વધુ રહે છે. રેગ્યુલર સેક્સથી ઑસ્ટ્રોજન હૉરમોનનો સ્ત્રાવ વધુ થાય છે જે ફાયદાકારી છે. 

સેક્સ દ્વારા તમે તમારી આંખો ટેસ્ટ કરી શકો છો.  સેક્સથી આંખોની મસલ્સ પણ સારી થાય છે અને ગરદન સંબંધી દુખાવો પણ સારો થઈ જાય છે. ટેંશનને હટાવવા અને માંસપેશીયોને આરામ અપાવવા માટે આ એક શ્રેષ્ઠ યોગા ટાઈપની એક્સરસાઈઝ છે.  બીજી એક વાત કે જો સેક્સ પછી તમારી આંખો બ્લર વિઝન ફેસ કરે તો ડોક્ટરને જરૂર બતાવો.  તેનો મતલબ હોઈ શકે છે કે આંખો નબળી થઈ રહી છે.  
 
ઉત્તમ સેક્સ હેલ્થની સીધી અસર ફિઝિકલ હેલ્થ પર પડે છે. વિલિક્સ યુનિવર્સિટીના સાયંટિસ્ટસ મુજબ અઠવાડિયામાં એક કે બે વાર સેક્સ કરવાથી ઈમ્યૂનોગ્લૉબિન નામના એંટીબોડીમાં વધારો થાય છે.  112 સ્ટુડંટ્સ પર કરવામાં આવેલ રિસર્ચ દ્વારા જાણ થાય છે કે આ એંટીબોડીથી શરદી જેવા ઈંફેક્શનને રોકવામાં મદદ મળે છે. 
 
ટેક્સેસ યૂનિવર્સિટીના રિસર્ચર્સ મુજબ સેક્સ કરવાથી આત્મસન્માનમા વધારો થાય છે. કૈબ્રિઝમાં સેક્સ થેરેપિસ્ટ જીના ઓગદેન કહે છે કે  સારો સેક્સ આત્મસન્માનથી શરૂ થાય છે અને આ આત્મસન્માનને વધારે પણ છે.  તેમના મુજબ જેમની અંદર આત્મસમ્માન  પહેલાથી જ હોય છે તેમને સેક્સ પછી જુદા પ્રકારની ખુશીનો અનુભવ થાય છે.  ઘણા લોકો એવા છે જે સારુ અનુભવવા માટે સેક્સ કરે છે.  

સેક્સથી જાડાપણું ઘટાડવામાં પણ મદદ મળે છે. અડધા કલાકના સેક્સથી 85 કૈલરીઝ બર્ન થાય છે. જો કે 85 કૈલરીઝ વધુ જોવા મળતી નથી. પણ વિચારો કે અડધા કલાકના 42 સેશન પછી 3570 કેલરીઝ બર્ન થશે. આટલી કેલરીઝના બર્ન થવાથી એક પાઉંડ વજન ઓછુ થઈ જશે.  અમેરિકન એસોસિએશન ઓફ સેક્શુએલિટી એજુકેટર્સ એંડ થેરેપિસ્ટ્સના પ્રેસિડેંટ પૈટી બ્રિટનના મુજબ સેક્સથી શારીરિક તંદુરસ્તી અને માનસીક તંદુરસ્તી બંનેને ફાયદો થાય છે. 
 
એકવાર ઑક્સિટૉસિન હોર્મોન ઘટવો શરૂ થાય છે તો એંડ્રોફિન હોર્મોનમાં વધારો થાય છે. જેનાથે દુખાવો ઓછો થાય છે. તેથી જો સેક્સ પછી તમને તમારા માથાના દુખાવામાં કમી આવે કે ઓર્થરાઈટિસનો દુખાવો ગાયબ થઈ જાય તો ચોંકશો નહી. આ બધુ સેક્સને કારણે છે. 
 
એક યુરૉલજી ઈંટરનેશનલના બ્રિટિશ જર્નલમાં છપાયેલ એક રિપોર્ટ મુજબ સેક્સથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસરનુ સંકટ ઓછુ થાય છે. રિપોર્ટ મુજબ જે લોકો 30 વર્ષથી ઓછા વયના છે, સેક્સથી તેમનામાં ભવિષ્યમાં પ્રૉસ્ટેટ કેંસરનુ સંકટ ઓછુ થઈ જાય છે. જ્યારે કે 30 વર્ષથી વધુ વયના લોકોમાં રેગુલર સેક્સથી પ્રોસ્ટેટ કેંસરનુ સંકટ ઓછુ થઈ જાય છે.  
 
સ્ત્રીઓને મોટેભાગે કમરની આસપાસના સ્થાન પર દુખાવાની ફરિયાદ જોવા મળે છે. જેનુ કારણ પેલ્વિક ફ્લોર મસલ્સના નબળા હોવુ છે. આ મસલ્સને મજબૂત કરવા માટે સ્ત્રીઓ કીગલ એક્સરસાઈઝ કરે છે. જેનાથી આ એરિયા મજબૂત થાય છે સેક્સ દ્વારા પણ આવી જ અનુભૂતિ થાય છે જે કીગલ એક્સરસાઈઝથી થાય છે.  અને સ્ત્રીઓને ઘણો આરામ મળે છે.  
 
એક રિસર્ચ મુજબ સેક્સથી સારી ઉંઘ આવે છે. મોટાભાગે સેક્સ પછી રીલીઝ થયેલ ઑક્સિટૉસિંથી એક ફાયદો એ પણ છે.  અને સારી ઉંઘ લેવાથી બાકી વસ્તુઓ પણ સારી થઈ જાય છે.  સારી ઉંઘથી વજન અને બ્લડ પ્રેશર મેનટેન કરવામાં મદદ મળે છે.