1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
  4. World Population Day essay

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

વિશ્વ વસ્તી દિવસ

પ્રસ્તાવના

દર વર્ષે 11 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations) દ્વારા 1989માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ વધતી જતી વસ્તી, તેના કારણે ઊભી થતી સમસ્યાઓ અને પરિવાર નિયોજન વિશે લોકોને જાગૃત કરવાનો છે.
 
 
વિશ્વની વસ્તી સતત વધી રહી છે. વધતી વસ્તીના કારણે ખોરાક, પાણી, રહેઠાણ, શિક્ષણ અને રોજગારી જેવી મૂળભૂત જરૂરિયાતો પર ભાર વધે છે. આ ઉપરાંત પ્રદૂષણ, બેરોજગારી, ગરીબી અને કુદરતી સંસાધનોનો વધુ પડતો ઉપયોગ જેવી સમસ્યાઓ પણ સર્જાય છે. તેથી વસ્તીનું સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે.

વધતી વસ્તીના દૂષ્પરિણામો

બેરોજગારીમાં વધારો
ગરીબી અને ભૂખમરાની સમસ્યા
પર્યાવરણનું પ્રદૂષણ
પાણી અને ખાદ્ય પદાર્થોની અછત
રહેઠાણ અને આરોગ્ય સેવાઓ પર વધતો ભાર
શિક્ષણની સુવિધાઓ પર દબાણ
વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો
વસ્તી નિયંત્રણ માટે લોકોમાં શિક્ષણ અને જાગૃતિ ખૂબ જરૂરી છે. પરિવાર નિયોજન અપનાવવું, મહિલાઓને શિક્ષિત અને સશક્ત બનાવવી, યોગ્ય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી તથા નાના પરિવારના મહત્વ વિશે લોકોને સમજાવવું જરૂરી છે. સરકાર અને સમાજના સંયુક્ત પ્રયાસોથી જ આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
 

ઉપસંહાર

 
વિશ્વ વસ્તી દિવસ આપણને સંદેશ આપે છે કે વધતી વસ્તી પર નિયંત્રણ રાખવું માત્ર સરકારની જ નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. જો આપણે આજે જાગૃત બનીશું તો આવનારી પેઢીને વધુ સ્વસ્થ, સમૃદ્ધ અને સંતુલિત વિશ્વ આપી શકીશું.
About Writer
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... બધા વાંચો