રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (12:36 IST)

Shivaji Maharaj Jayanti- નિબંધ- શૂરવીર મહાનાયક છત્રપતિ શિવાજી મહારાજની વીરગાથા

શૂરવીર મહાનાયક છત્રપતિ શિવાજી મહારાજની વીરગાથા, જાણો 9 વિશેષ વાતો... 
છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા.  ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમાટ્ર કહે છે. તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા. 
 
1  બાળપણમાં રમતા-રમતા કિલ્લો જીતવુ શીખ્યા હતા 
બાળપણમાં શિવાજી પોતાની આયુના બાળકને એકત્ર કરી તેમના નેતા બનીને યુદ્ધ કરવા અને કિલ્લા જીતવવની રમત રમતા હતા.  યુવાવસ્થામાં આવતા જ તેમની રમત વાસ્તવિક કર્મ બનીને શત્રુઓ પર આક્રમણ કરી તેમની કિલ્લા વગેરે પણ જીતવા લાગ્યા. 
 
જેવા જ શિવાજીએ પુરંદર અને તોરણ જેવા કિલ્લા પર પોતાનો અધિકાર જમાવ્યુ. એમ જ તેમના નામ અને કર્મની સમગ્ર દક્ષિણમાં ધૂમ મચી ગઈ. આ સમાચાર આગની જેમ ફેલાય ગયા અને દિલ્હી સુધી જઈ પહોંચ્યા. અત્યાચારી પ્રકારના તુર્ક, યવન અને તેમના સહાયક બધા શાસક તેમનુ નામ સાંભળીને જ ભયના માર્યા ચિંતામાં પડી જતા હતા. 
 
2. પત્ની અને પુત્ર 
છત્રપતિ શિવાજી મહારાજનુ લગ્ન સ્ન 14 મે 1640માં સહબાઈ નિમ્બાલકર સાથે લાલ મહલ, પૂના(હવે પુણે) માં થયુ હતુ. એમના પુત્રનુ નામ સંભાજી હતુ. 
 
સંભાજી શિવાજીના જયેષ્ઠ પુત્ર અને ઉત્તરાધિકારી હતા. જેમને 1680થી 1689 ઈ. સુધી રાજ્ય કર્યુ. સંભાજીમાં પોતાના પિતાની કર્મઠતા અને દ્રઢ સંકલ્પનો અભાવ હતો. સંભાજીની પત્નીનુ નામ યેસુબાઈ હતુ. તેમના પુત્ર અને ઉત્તરાધિકારી રાજારામ હતા. 
 
 
3. સમર્થ રામદાસ 
હિન્દુ પદ પાદશાહીના સંસ્થાપક શિવાજીના ગુરૂ રામદાસજીનુ નામ ભારતના સાધુ સંતો અને વિદ્વત સમાજમાં સુવિખ્યા છે. તેમને દાસબોધ નામના એક ગ્રંથની રચના પણ કરી હતી.  જે મરાઠી ભાષામાં છે. સંપૂર્ણ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમણે 1100 મઠ અને અખાડા સ્થાપિત કરી સ્વરાજ્ય સ્થાપના માટે જનતાને તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો.  તેમને અખાડાની સ્થાપનાનું શ્રેય જાય છે.  તેથી તેમને ભગવાન હનુમાનજીનો અવતાર માનવામાં આવ્યો. જ્યારે કે તેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા. શિવાજી પોતાના ગુરૂ પાસેથી પ્રેરણા લઈને જ કોઈ કાર્ય કરતા હતા.  છત્રપતિ શિવાજીને મહાન શિવાજી બનાવવામાં રામદાસજીનુ ખૂબ મોટુ યોગદાન હતુ. 
 
 
4. જ્યારે શિવાજીને મારવાનો પ્લાન હતો 
 
શિવાજીના વધતા પ્રતાપથી આતંકિત બીજાપુરના શાસક આદિલ શાહ જ્યારે શિવાજીને બંદી ન બનાવી શક્યા તો તેમને શિવાજીના પિતા શાહજીની ધરપકડ કરી.  જાણ થતા જ શિવાજી ગુસ્સાથી લાલચોળ થઈ ગયા.  તેમણે નીતિ અને સાહસની મદદ લઈને  છાપો મારી જલ્દી પોતાના પિતાને આ કેદમાંથી આઝાદ કરાવ્યા. 
 
ત્યારે વીઝાપુરના શાસકે શિવાજીને જીવિત અથવા મરેલા પકડીને લાવવાનો આદેશ આપીને પોતના મક્કાર સેનાપતિ અફઝલ ખાં ને મોકલ્યો. તેણે ભાઈચારો અને મેળાપનુ ખોટુ નાટક રચીને શિવાજીને પોતાના ગળે ભેટવા દરમિયાન મારવાનો પ્લાન બનાવ્યો. પણ સમજદાર શિવાજીના હાથમા છિપાયેલ બઘનખેનો શિકાર થઈને તે ખુદ માર્યો ગયો.  તેનાથી તેની સેના પોતાના સેનાપતિને મરેલો જોઈને ત્યાથી દુમ દબાવીને ભાગી ગઈ. 
 
 
5. મુગલો સાથે ટક્કર 
 
શિવાજીની વધતી શક્તિથી ચિંતિત થઈને મુગલ બાદશાહ ઔરંગઝેબે દક્ષિણમાં નિયુક્ત પોતાના સૂબેદારને તેમના પર ચઢાઈ કરવાનો આદેશ આપ્યો. પણ સૂબેદાર ઊંધા મોડે પડ્યો. શિવાજી સાથે લડાઈ દરમિયાન તેના પોતાનો પુત્ર ગુમાવી દીધો અને ખુદ તેની આંગળીઓ કપાઈ ગઈ.  તેને મેદાન છોડીને ભાગવુ પડ્યુ.  આ ઘટના પછી ઔરંગઝેબે પોતાના સૌથી પ્રભાવશાળી સેનાપતિ મિર્જા રાજા જયસિંહના નેતૃત્વમાં લગભગ 100000 સૈનિકોની ફૌજ મોકલી. 
 
શિવાજીને કચડવા માટે રાજા જયસિંહએ વીજાપુરના સુલ્તાનથી સંધિ કરી પુરંદરના કિલ્લાના અધિકારમાં કરવાની યોજનાના પ્રથમ ચરણમાં 24 એપ્રિલ 1665 ઈ. ના વ્રજગઢના કિલ્લા પર અધિકાર કરી લીધો.  કિલ્લાની રક્ષા કરતા શિવાજીનો અત્યંત વીર સેનાનાયક મુરારજી બાજી માર્યો ગયો. કિલ્લાને બચાવી શકવામાં અસમર્થ જાણીને શિવાજીએ જયસિંહ સાથે સંધિની રજૂઆત કરી અને 22 જૂન 1665 ઈ. કો પુરંદરની સંધિ સંપન્ન થઈ. 
 
6. શિવાજીના રાજ્યની સીમા 
 
શિવાજીની પૂર્વી સીમા ઉત્તરમાં બાગલનાને અડતી હતી અને ફરી દક્ષિણની તરફ નાસિક અને પૂના જીલ્લા વચ્ચેથી થતી એક અનિશ્ચિત સીમા રેખાની સાથે સમસ્ત સતારા અને કોલ્હાપુર જીલ્લાના મોટાભાગના ભાગને પોતાની અંદર સમાવી લેતા હતા. પશ્ચિમી કર્ણાટકના ક્ષેત્ર પછી સમ્મિલિત થયા. સ્વરાજનું આ ક્ષેત્ર 3 મુખ્ય ભાગમાં વિભાજીત હતો... 
 
- પૂનાથી લઈને સલ્હર સુધીનુ ક્ષેત્ર કોંકણનુ ક્ષેત્ર, જેમા ઉત્તરી કોંકણ પણ સમ્મિલિત હતો. પેશવા મોરોપંત પિંગલેના નિયંત્રણમાં હતો. 
 
- ઉત્તરી કનારા સુધી દક્ષિણી કોંકણનુ ક્ષેત્ર અન્નાજી દત્તાને અધીન હતો. 
 
- દક્ષિણ દેશના જીલ્લામાં જેમા સતારાથી લઈને ધારવાડ અને કોફાલનું ક્ષેત્ર હતો. દક્ષિણી પૂર્વી ક્ષેત્રના અંતર્ગત  આવતા હતા અને દત્તાજી પંતના નિયંત્રણમાં હતો.  આ 3 સૂબોનુ પુન: પરગનો અને તાલુકામાં વિભાજીત કરવામાં આવ્યુ હતુ. પરગનાના હેઠળ તરફ અને મોજા આવતા હતા. 
 
7. શિવાજીના કિલ્લા 
 
મરાઠા સૈન્ય વ્યવસ્થાના વિશિષ્ટ લક્ષણ હતો કિલ્લો. વિવરણકારોના અનુસાર શિવાજીની પાસે 250 કિલ્લા હતા જેમના રિપેયર પર તે મોટી રકમ ખર્ચ કરતા હતા. શિવાજીએ અનેક દુર્ગા પર અધિકાર કર્યો જેમાથી એક હતો. સિંહગઢ દુર્ગ, જેને જીતવા માટે તેમણે તાનાજીને મોકલ્યો હતો. 
 
આ દુર્ઘને જીતવા દરમિયાન તાનાજીએ વીરગતિ મેળવી હતી.  ગઢ આલા પણ સિંહ ગેલા (ગઢ તો અમે જીતી લીધો, પણ સિંહ અમને છોડીને જતો રહ્યો) બીજાપુરના સુલ્તાનની રાજ્ય સીમાઓના અંતર્ગત યગઢ(1646)મા ચાકન, સિંહગઢ અને પુરંદર જેવા દુર્ગ પણ તરત તેમના અધિકારોમાં આવી ગયા. 
 
8. ગુરિલ્લા યુદ્ધના આવિષ્કારક 
 
કહે છે કે છત્રપતિ શિવાજીએ જ ભારતમાં પહેલીવાર ગુરિલ્લા યુદ્ધનો આરંભ કર્યો હતો.  તેમની આ યુદ્ધ નીતિથી પ્રેરિત થઈને જ વિયતનામિયોએ અમેરિકાથી જંગ જીતી લીધી હતી. આ યુદ્ધનો ઉલ્લેખ એ કાળમાં રચિત શિવ સૂત્રમાં મળે છે.  ગુરિલ્લા યુદ્ધ એક પ્રકારનો છાપામાર યુદ્ધ છે.  મોટાભાગે છાપામાર યુદ્ધ અર્ધસૈનિકોની ટુકડીયો અથવા અનિયમિત સૈનિકો દ્વારા શત્રુ સેનાની પાછળ કે પાર્શ્વમાં આક્રમણ કરીને લડવામાં આવે છે. 
9. તુળજા ભવાનીના ઉપાસક 
મહારાષ્ટ્રના ઉસ્મનાબાદ જીલ્લામાં સ્થિત છે તુળજાપુર. એક એવુ સ્થાન જ્યા છત્રપતિ શિવાજીની કુળદેવી માં તુળજા ભવાની સ્થાપિત છે.  જે આજે પણ મહારાષ્ટ્ર નએ અન્ય રાજ્યોના અનેક નિવાસીઓની કુળદેવીના રૂપમાં પ્રચલિત છે. 
 
વીર છત્રપતિ શિવાજી મહારાજની કુળદેવી માં તુળજા ભવાની છે. 
 
શિવાજી મહારાજ તેમની જ ઉપાસના કરતા હતા. માન્યતા છે કે શિવાજીને ખુદ દેવી માં એ પ્રકટ થઈને તલવાર આપી હતી. હાલ આ તલવાર લંડનનાં સંગ્રહાલયમાં રાખેલી છે.