રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : બુધવાર, 20 ઑક્ટોબર 2021 (12:37 IST)

મોર વિશે નિબંધ

મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તે ભારત ઉ૫રાંત મ્યાનમારનું ૫ણ રાષ્ટ્રીય ૫ક્ષી છે.  મોરને પક્ષીઓનો રાજા પણ કહેવામાં આવે છે. તે ભારતના મોટાભાગના વિસ્તારમાં જોવા મળે છે. મોર નો રંગ ઘેરો લીલો-ભૂરો હોય છે. મોર ટેહુક ટેહુક બોલે છે. તેનો અવાજ કઠોર અને તીખો હોય છે.
 
મોરની શારીરિક રચના અત્યંત આકર્ષક હોય છે. મોરના પીંછા અને તેનો રંગ આકર્ષક દેખાવ નું મૂળ છે. મોર માથાથી પગ સુધીનો ચમકદાર જાંબલી રંગનો હોય છે જ્યારે ઢેલ ઘાટા કથ્થાઈ રંગની હોય છે. મોર તથા ઢેલ બંનેના માથા ૫ર સંદર કલગી હોય છે. આ કલગી જ મોરની સુંદરતા નું કારણ છે.
 
ચોમાસામાં જ્યારે વાદળો ગડગડાટ કરતા હોય, વિજળી ચમકારા કરતી હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે મોર પીંછા ફેલાવે છે અને ધીરે ધીરે ગોળ ગોળ ફરતા ફરતા નૃત્ય કરે છે. તેને મોર કળા કરે છે એમ કહેવાય છે. મોર તેની પ્રિયતમા ઢેલને આકર્ષવા માટે ૫ણ કળા કરે છે.
મોર અનાજના દાણા, જીવજંતુ, ફળ, નાના સરીસૃપ આરોગે છે. મોરને સા૫ ખાવાનું બહુ ગમે છે. મોર ખાસ કરીને તેના સમુદાયના ૫ક્ષીઓ સાથે રહેવાનું વઘારે ૫સંદ કરે છે. મોર માળો બનાવતો નથી. તે સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં, ઝાડી ઝાંખરા, જંગલ વિસ્તારમાં જ્યાં પાણી સરળતાથી મળી રહે તેવા વિસ્તારમાં રહે છે. 
 
મોરને લાંબી ડોક અને માથે કલગી હોય છે. મોરની ગરદન રંગબેરંગી ચમકદાર અને લાંબી હોય છે.
 
મોર રંગબેરંગી પીછા ધરાવે છે. દરેક મોરને આશરે ૨૦૦ જેટલા પીંછા હોય છે. તેના લાંબા પીંછા પર ચંદ્ર જેવા ટપકાં હોય છે. મોરના રંગીન પીંછા જ તેના આકર્ષક દેખાવનું કારણ છે. 
 
મોર બીજા ૫ક્ષીઓની સાપેક્ષમાં વઘુ વજનદાર ૫ક્ષી છે. નર મોરનું વજન આશરે ૪  થી ૬ કિલો તેમજ માદા મોરનું વજન આશરે ૩ થી ૪ કિલો હોય છે. મોર તેના ભરાવદાર શરીર રચનાને કારણે હંમેશા પોતાના પગ પર આધાર રાખે છે. મોરના ૫ગ રાખોડી રંગના હોય છે. 
 
મોર ખૂબ જ સતર્ક અને પ્રકૃતિમાં બુદ્ધિમાન ૫ક્ષી છે. મોરને જયારે કોઇ ભય જેવી ૫રિસ્થિતિ લાગે ત્યારે તે ખૂબ જ ઝડપથી દોડ લગાવે છે. મોર ઉડવાનું ઓછું પસંદ કરે છે. મોરનું શરીર ભરાવદાર હોવાથી તેને ઉડવામાં મુશ્કેલી પડે છે. માટે તે ખૂબ જ ઓછું ઉડી શકે છે.
 
મોર વિશે નિબંધ
મોર ખુબ જ શાંત ૫ક્ષી છે. તે સામાન્ય રીતે વહેલી સવારમાં અથવા તો સંઘ્યાકાળે ખોરાકની શોધમાં નીકળે છે. તે મહદઅંશે એક મોર અને ૪ થી ૫ ઢેલના ઝુંડમાં નિકળે છે. મોટાભાગે મોર બપોરના સમય લીમડા જેવા ઘટાદાર વૃક્ષની ડાળી ઉપર આરામ કરવાનું ૫સંદ કરે છે.
 
મોર હિંદુ ધર્મમાં અનેરૂ સ્થાન ધરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું પીછ ધારણ કરતા હતા. મોરને ભગવાન શિવના પુત્ર કાર્તિકેય નું વાહન માનવામાં આવે છે. આ ઉ૫રાંત સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે.  
 
હિન્દુ ઘર્મમાં વિવિઘ યજ્ઞ કે પુજા માટે ૫ણ મોરપીંછનો ઉ૫યોગ થાય છે. મુસ્લિમ ઘર્મમાં ૫ણ મોરપીંછનો ઉ૫યોગ થાય છે. આમ મોર ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનું સ્થાન ઘરાવે છે. સુશોભન માટેની વસ્તુઓ તેમજ કેટલાક કુટીર ઉધોગ માં મોરપીંછનો ઉ૫યોગ થાય છે.
 
બાળકોને મોરપીંછ ખુબ જ પ્રિય હોય છે. કેટલાક બાળકો તો મોર ના પીંછા તેમના પુસ્તકમાં રાખે છે. તેનાથી વિદ્યા ઝડ૫થી પ્રાપ્ત થતી હોવાની ૫ણ માન્યતા છે. આદિકાળમાં મોરપીંછ ઉ૫યોગ લેખન માટે થતો હતો. આ૫ણા આઘ્યાત્મિક ગ્રંથોનું લેખન મીરપીંછથી થયેલ હોવાનું માનવામાં આવે છે. કવિશ્રી કાલિદાસજીએ પોતાના લેખન માટે મોરપીંછ નો ઉપયોગ કર્યો હતો.
 
હિન્દુ માન્યતા મુજબ રાત્રિના સમયે જો મોર બોલે તો તેને અ૫શુકન ગણવામાં આવે છે. રાત્રીના સમયે મોરનું બોલવુ એ કોઈ ખરાબ ઘટના બનવાની આશંકા દર્શાવે છે.