શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : શુક્રવાર, 5 મે 2023 (13:25 IST)

મા વિશે નિબંધ

 મા વિશે નિબંધ
મારી મા ખૂબ વ્હાલી છે. તે દરરોજ સવારે વહેલા ઉઠી જાય છે. ભગવાન થી લઈને ઘરના બધા લોકોનુ ધ્યાન મારી મા રાખે છે. તે દાદા-દાદીની પૂરી કાળજી રાખે છે. પપ્પા, મારી અને નાની બહેનની દરેક નાની-મોટી બાબતોનું ધ્યાન પણ  મારી માતા રાખે છે. દાદી કહે છે કે મારી માતા ઘરની લક્ષ્મી છે. હું મારી માતાને પણ ભગવાન સમાન માનું છું અને તેમની દરેક વાત માનું છું.
 
મારી મા જૉબ પણ કરે છે. ઘર અએ ઑફિસ બન્નેની જવાબદારી તે સારી રીતે પૂરી કરે છે. તેમના સરળ અને સીધું વર્તનના વખાણ તેમના ઑફિસના બધા લોકો કરે છે. મારી મા ગરીબો અને રોગીઓની પણ દરેક શક્ય મદદ કરે છે. મારી મા મારી સૌથી સારી મિત્ર છે. જ્યારે મે કોઈ ભૂલ કરુ છુ તો તે મને ઠપકો આપતી નથી પણ પ્રેમથી સમજાવે છે. જ્યારે હું ઉદાસ હોઉં છું, ત્યારે તે મારી મા મારા સુકાઈ ગયેલા ચહેરા પર મુસ્કાન લાવે છે. તેનો પ્રેમ અને પ્રેમાળ સ્પર્શ મેળવીને હું મારાં બધાં દુ:ખ ભૂલી જાઉં છું.
 
મારી મા મમતાની દેવી સમાન છે. તે મને અને મારી બેનને હમેશા સારી -સારી વાતો જણાવે છે. મારી મા મારી આદર્શ છે. તે મને સત્યના રસ્તા પર ચાલવાની શીખામણ આપે છે. સમયનુ મહત્વ જણાવે છે. કહે છે  મા ઈશ્વરના આપેલ એક વરદાન છે.  જેની છાયામાં આપણે સલામતી અનુભવીએ છીએ અને આપણાં બધાં દુ:ખ ભૂલી જઈએ છીએ. હું મારી માતાને ખૂબ પ્રેમ કરું છું અને મને વિશ્વની શ્રેષ્ઠ માતા આપવા બદલ ભગવાનનો આભાર માનું છું
Edited By-Monica Sahu