What Is FPO: શુ હોય છે આ FPO, અડાનીનો એફપીઓ કેમ છે ચર્ચામા
What Is FPO: જે રીતે અડાની એંટરપ્રાઈજેહ્સનો એફપીઓ ચર્ચામાં છે ત્યારબાદ દરેક કોઈના મનમાં સવાલ જરૂર છે કે આ એફપીઓ છેવટે શુ હોય છે. તમે આઈપીઓ વિશે તો જરૂર સાંભળ્યુ હશે ઘણા લોકો આ શબ્દથી પરિચિત હશો, પણ એફપીઓ વિશે ઓછા લોકો જ જાણે છે. ઉલ્લેખનીય છે કે આઈપીઓ અને એફપીઓમાં એક મૌલિક અંતર છે જેને સમજી લીધા પછી તમારા સવાલોના જવાબ સહેલાઈથી તમને મળી જશે.
છેવટે કેમ લાવવામાં આવે છે IPO-FPO એફપીઓને સમજતા પહેલા તમારે માટે આ સમજવુ જરૂરી છે કે છેવટે આઈપીઓ શુ હોય છે. આઈપીઓની વાત કરીએ તો જ્યારે પણ કોઈ કંપની શરૂઆતના સમયમાં સારુ કરે છે તો અને એ કંપનીના બિઝનેસને આગળ વધારવા માંગે છે તો તે માટે કંપનીને વધુ પૈસાની જરૂર પડે છે. આ પૈસાની વ્યવસ્થા કરવાના બે મુખ્ય વિકલ્પ હોય છે. પહેલો કે કંપની કર્જ લે અને બીજી રીત એ છે કે કંપની પોતાના શેયરને સાર્વજનિક કરીને પૈસા એકત્ર કરે. પહેલો વિકલ્પ એટલે કર્જ પર મુશ્કેલ પડકાર હોય છે કંપનીને વ્યાજ આપવાનુ હોય છે. પણ શેરને સાર્વજનિક કરીને પૈસા એકત્ર કરવામાં આ પડકાર હોતો નથી. આ જ કારણ છે કે કંપનીઓ શેર બજારમાં આઈપીઓ દ્વારા રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કરે છે.
શુ હોય છે IPO જ્યારે પણ કોઈ કંપની પહેલીવાર શેર બજારમાં પોતાના શેરને ઓફર કરે છે તો તેને આઈપીઓ કહે છે. ઈનિશિયલ પબ્લિક ઓફરિંગમાં રોકાણ કરનારાઓને કંપનીમાં એક ભાગીદારી મળી જાય છે. કંપની જ્યારે પણ આઈપીઓ લાવે છે તો તેની પાછળનુ મોટુ કારણ આ હોય છે કંપની પોતાના બિઝનેસને વધુ મોટા સ્તર પર લઈ જાવા માંગે છે. કે પછી કંપની પોતાના બિઝનેસને વધુ મજબૂત કરવા માટે આઈપીઓ લાવી શકે છે. કેટલીક કંપનીઓ પોતાના વ્યવસાયના કર્જને ચુકવવા માટે પણ આઈપીઓ રજુ કરે છે. આઈપીઓની પૂરી પ્રક્રિયા સેબીની નજરમાં હોય છે. કંપનીને સેબીના નિયમોનુ પાલન કરવાનુ હોય છે.
કેમ લાવવામાં આવે છે FPO બીજી બાજુ એફપીઓની વાત કરીએ તો જ્યારે કોઈ કંપની પહેલાથી જ શેર બજારમાં લિસ્ટેડ છે. એટલે પહેલાથી જ શેર બજારમાં વર્તમાન છે અને તે કંપની ફરીથી લોકોને પૈસા લેવા માંગે છે તો તે એફપીઓ એટલે ફોલો ઑન પબ્લિક ઓફર લઈને આવે છે. આવામાં જો અડાની એંટરપ્રાઈજેસની વાત કરીએ તો આ કંપની પહેલાથી જ બજારમાં લિસ્ટેડ છે. અડાની એંટરપ્રાઈજેસ 20 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવા માટે પોતાની કંપનીના નવા શેર રોકાણકરોને આપવા માંગતી હતી.
અડાની એંટરપ્રાઈજેસ કેમ લઈને આવી FPO - અડાની એંટરપ્રાઈજેસ છેવટે એફપીઓ લઈને કેમ આવી તેની મોટુ કારણ છે કે કંપની પોતાની કેટલીક કંપનીઓ માટે ફંડિગ કૈપિટલ એક્સપેંડિચર લાવવા માંગે છે. આ કંપનીઓને આગળ વધારવા માટે અડાની એફપીઓ લઈને આવી છે બીજા કારણની વાત કરીએ તો અડાની ગ્રુપ પર કેટલાક કર્જ છે જેને ચુકવવા માટે પણ કંપની એફપીઓ લઈને આવી છે. કંપનીને પોતાના ઓફિસ વગેરેમાં થોડો ખર્ચ (General Corporate Purpose) ની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પૈસાની જરૂર છે. આ માટે કંપનીને પૈસાની હતી. પણ જે રીતે બજારમાં ઉઠાપઠક ચાલી રહી છે તેને કારણે એફપીઓ સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ થયા બાદ પણ ગૌતમ અડાનીએ એફપીઓને પરત લેવાનો નિર્ણય લીધો છે.