સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (21:05 IST)

સિવિલ સેવા પરીક્ષા 2020નુ ફાઈનલ પરિણામ જાહેર, અહી ચેક કરો તમારો રોલ નંબર

UPSC CSE 2020 Final Result : UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2020 નું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે નિમણૂક માટે કુલ 761 ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે. દેશની આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં શુભમ કુમાર (Roll No. 1519294)પ્રથમ સ્થાન મેળવ્યું છે. શુભમે એથ્રોપોલિજી(માનવશાસ્ત્ર) વૈકલ્પિક વિષય સાથે  પરીક્ષા આપી હતી. તેમને આઈઆઈટી બોમ્બેમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી લીધા પછી  યુપીએસસીની પરીક્ષા આપી હતી. 
 
મહિલા ઉમેદવારોમાં જાગૃતિ અવસ્થી (Roll No. 0415262) ટોપર છે, જ્યારે કે ઓવરઓલમાં તેમને સેકંડ રેન્ક પ્રાપ્ત થઈ છે. તેમણે વૈકલ્પિક વિષયના રૂપમાં સમાજશાસ્ત્રને પસંદ કર્યુ હતુ. જાગૃતિએ એમએએનઆઈટી ભોપાલથી ઈલેક્ટ્રિક એંજિનિયરિંગમાં બીટેની ડિગ્રી મેળવી હતી. 
 
યુપીએસઈ સીએસઈ 2020 ના ફાઈનલ પરિણામમાં કુલ 25 ઉમેદવારોએ ટોપ કર્યું છે જેમાં 13 પુરુષ અને 12 મહિલા ઉમેદવારોએ ટોપ કર્યું છે.
 
UPSC દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, સિવિલ સર્વિસ પરીક્ષા (મુખ્ય) જાન્યુઆરી 2021માં લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સફળ ઉમેદવારોના ઈંટરવ્યુ  ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021 માં પૂરા થયા છે. ઈન્ટરવ્યુમા  પછી પસંદગી યાદીમાં જે ઉમેદવારોનુ નમા આવ્યુ છે તેમનો રોલ નંબર યૂપીએસસીની વેબસાઈટ  https://www.upsc.gov.in/ પર જોઈ શકાય છે. ઉમેદવાર અહી આપેલ લિંક પર ડાયરેક્ટ ક્લિક કરીને પણ પોતાનુ રિઝલ્ટ જોઈ શકે છે.