Todays Rate of Petrol - પેટ્રોલ ડીઝલની કિમંતમાં થયો વધારો, જાણો આજનો ભાવ
ગુરૂવાર (25 એપ્રિલ)ના રોજ વેપારમાં પેટ્રોલ-ડીઝલની કિમંતમાં વધારો જોવા મળ્યો છે. આજે બધા મુખ્ય મહાનગરમાં પેટ્રોલની કિમંતમાં 7થી 9 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 8 થી 10 પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો થયો છે. આ માહિતી ઈંડિયન ઓઈલના ડેટા દ્વારા સામે આવી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 7 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 73.02 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર આવી ગયુ છે. દિલ્હીમાં આજે ડીઝલ 8 પૈસાના વધારા સાથે 66.54 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. ઉલ્લેખનીય છે કે ટેક્સ ઓછો હોવાથી દિલ્હીમાં પેટ્રોલની કિમંત અન્ય મેટ્રો શહેર કરતા ઓછુ છે.
મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ 7 પૈસા વધીને પ્રતિ લીટર 78.59 રૂપિયા થયો છે. જ્યારે કે આજે અહી ડીઝલની કિમંતમાં 9 પૈસાનો વધારો થતા 69.55 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. ચેન્નઈમાં પેટ્રોલ અને ડીઝલની કિમંત ક્રમશ 75.79 રૂપિયા પ્રતિ લીટર અને 70.26 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. તેમા વીતેલા દિવસના મુકાબલે ક્રમશ 8 અને 9 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
બીજી બાજુ કલકત્તાની વાત કરીએ તો લોકોને એક લીટર પેટ્રોલ માટે 75.04 રૂપિયા અને ડીઝલ માટે 68.28 રૂપિયા પ્રતિ લીટર ચુકવવા પડશે.