સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (12:59 IST)

શેર બજાર ઘડામ : સેંસેક્સ 1200 અંક ગબડ્યો.. નિફ્ટી 350 અંક ગબડયો

ખરાબ ગ્લોબલ સંકેતોના ચાલતા ઘરેલુ બજારે પણ ઘટાડા સાથે શરૂઆત કરી છે. સેંસેક્સમાં 1200 અંકોથી વધુના ઘટાડાને જોવા મળી છે. જ્યારે કે નિફ્ટી 10300ની નીચે ફસડી પડ્યો છે. સેંસેક્સ અને નિફ્ટીમાં 3-3 ટકાનો ઘટાડો નોંધાયો છે. 
 
મિડકૈપ અને સ્મોલકૈપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકૈપ ઈંડેક્સ  4.5 ટકા ગબડ્યો છે. જ્યારે કે નિફ્ટી મિડકૈપ 100 ઈંડિક્સમાં 4.8 ટકાની કમજોરી આવી છે. બીએસઈના સ્મોલકૈપ ઈંડેક્સ 4.5 ટકા ગબડ્યો છે. હાલ બ ઈએસઈના 30 શેરવાળો મુખ્ય ઈંડેક્સ સેંસેક્સ 1005 અંક એટલે કે 2.9 ટકા ગબડીને 33,751ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.  એનએસઈનો 50 શેરવાળા મુખ્ય ઈંડેક્સ નિફ્ટી 300 અંક એટલે કે 2.8 ટકાના ઘટાડા સાથે 10,367ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. 
 
બજારમાં વેપારના આ ગાળા દરમિયાન દિગ્ગજ શેયર્સમાં ટાટા મોટર્સ, ડીવીઆર, એક્સિસ બેંક, ઈંડિયાબુલ્સ, હાઉસિંગ, વેદાંતા, યૂપીએલ, આઈસીઆઈસીઆઈ  બેંક અને યસ બેંક 6.6 ટકા સુધી ગબડી ગયા બીએસસી અને એનએસઈમાં સામેલ બધા શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. મિડકૈપ શેરમાં અદાની પાવર, રિલાયંસ ઈંફ્રા, સીજી કંજ્યોમર, જિંદલ સ્ટીલ અને રિલાયંસ કૈપિટલ 8.7 ટકા સુધી ગબડ્યા છે. બીએસઈના મિડકૈપમાં સામેલ બધા શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. 
 
અમેરિકી બજારે એક વર્ષમાં ગુમાવી દીધી બઢત 
અમેરિકાના બજારો માટે સોમવરનો દિવસ કાળો દિવસ સાબિત થયો છે. સોમવારે અમેરિકી બજારમાં 6 વર્ષનો  સૌથી મોટી ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા સાથે જ અમેરિકી બજાર છેલ્લા એક વર્ષની બધી બઢત એક દિવસમાં જ ગુમાવી દીધી. અમેરિકી બજારનો એસએંડપી 500 ઈંડેક્સ અને ડાઓ જોસ ઈંડસ્ટ્રીયલ ઈંડેક્સ 4 ટકાથી વધુ નીચે ગબડી ગયો હતો.