ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 4 ડિસેમ્બર 2023 (12:55 IST)

ઓલ ટાઈમ હાઈ પર શેયર બજાર - સેંસેક્સ 68 હજાર અને નિફ્ટી 20,500ને પાર

શેયર બજાર આજે એટલે કે સોમવારે 4 ડિસેમ્બરના રોજ એક નવા રેકોર્ડ સ્તર પર પહોચી ગયુ છે. શરૂઆતી વેપાર દરમિયાન જ સેંસેક્સ 68,587.82 ના ઓલ ટાઈમ હાઈ પર કાયમ છે. તો બીજી બાજુ નિફ્ટીએ પણ 20,602.50 નો હાઈ બનાવ્યો છે. 
 
આ પહેલા સેંસેક્સ ઓલ ટાઈમ હાઈ 67,927 હતો, જે 15 સપ્ટેમ્બરના રોજ બન્યો હતો. બીજી બાજુ નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ  20,272.75 હતો જે તેણે શુક્રવારે 1 ડિસેમ્બરના રોજ વેપારમાં બનાવ્યો હતો.  હજુ સેંસેક્સમાં લગભગ 1000 અંક અન એ નિફ્ટીમાં 300 અંકની તેજી છે.  
 
બજારમાં મજબૂતીના 3 મોટા કારણ 
  
- ભાજપને 5માંથી 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મળી છે.
-  બીજા ક્વાર્ટરમાં જીડીપી 7.6% પર પહોંચ્યો, જે આરબીઆઈના 6.5%ના અંદાજ કરતાં 1.1% વધુ છે.
- શુક્રવારે અમેરિકન બજારો મજબૂતી સાથે બંધ થયા હતા. એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે.
 
માર્કેટ કેપમાં રૂ. 4.09 લાખ કરોડનો વધારો  
બજારમાં આ ઉછાળા પછી, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 4.09 લાખ કરોડ વધીને રૂ. 341.76 લાખ કરોડ થયું છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે 3 ડિસેમ્બરે જાહેર કરાયેલ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામો બજાર માટે સકારાત્મક છે.
 
અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં વધારો
સેન્સેક્સના 30માંથી 29 શેરો વધી રહ્યા છે. માત્ર મારુતિના શેરમાં 0.36%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે અદાણી ગ્રુપના તમામ 10 શેર વધી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેર 6%થી વધુ ઊંચા વેપાર કરી રહ્યા છે.