શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 નવેમ્બર 2022 (12:03 IST)

મોટો ખુલાસો - 2000 રૂપિયાની નોટનુ છાપકામ થયુ બંધ, છેલ્લા 3 વર્ષથી નોટ છાપવાની સંખ્યા 0 રહી

એક આરટીઆઈ(RTI) ના જવાબમાં ખુલાસો થયો છે કે 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2000 રૂપિયાની કોઈ નવી નોટ છાપવામાં આવી નથી. આરટીઆઈ અરજીમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ (પી) લિમિટેડે નાણાકીય વર્ષ 2016-17માં 2000 રૂપિયાના 3,5429.91 કરોડ નોટ છાપ્યા હતા અને   2018-19માં તેને વધુ ઓછા કરીને માત્ર 466.90 કરોડ નોટ છાપવામાં આવ્યા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટ મુદ્રાન (P) લિમિટેડ તરફથી મળેલ RTI જવાબ દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2019-20, 2020-21 અને 2021-22માં રૂ. 2,000ના મૂલ્યની ચલણી નોટોની સંખ્યા '0' હતી.
 
નોટબંદી પછી 2000ના નોટ લાવવામાં આવ્ય હતા 
 
સરકાર દ્વારા  રૂ. 500 અને રૂ. 1,000ની જૂની નોટો પર પ્રતિબંધ મૂકતા નોટબંધીની જાહેરાત કરી હતી ત્યારબાદ 8 નવેમ્બર, 2016 ના રોજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા રૂ. 2,000ની નોટ રજૂ કરવામાં આવી હતી,  સંસદમાં તાજેતરના જવાબમાં (1 ઓગસ્ટના રોજ) જણાવ્યું હતું કે NCRBના ડેટા મુજબ, દેશમાં 2,272 રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે જે 2016 અને 2020 વચ્ચે વધીને 2,44,834 થઈ ગઈ છે. ડેટા મુજબ, 2016માં દેશમાં જપ્ત કરાયેલી 2,000 રૂપિયાની નકલી નોટોની કુલ સંખ્યા 2,272 હતી, જે 2017માં વધીને 74,898 થઈ હતી, જે 2018માં ઘટીને 54,776 થઈ ગઈ હતી. આ આંકડો 2019માં 90,566 અને 2020માં 2,44,834 હતો.
 
 નકલી નોટની ઓળખ કરવી સહેલી 
 આરબીઆઈએ 2015માં એક નવી સંખ્યા પેટર્ન સાથે મહાત્મા ગાંધી શ્રેણી-2005માં તમામ મૂલ્યવર્ગમાં બૅન્કનોટ રજુ કર્યા હતા.   દૃશ્યમાન સુરક્ષા વિશેષતાઓ સાથે સામાન્ય લોકો નકલી નોટને અસલી નોટથી સરળતાથી અલગ કરી શકે છે. બેંકિંગ સિસ્ટમમાં મળી આવેલી 90 ટકાથી વધુ નકલી નોટો હલકી ગુણવત્તાની હતી અને કોઈ મુખ્ય સુરક્ષા સુવિધા સાથે ચેડા કરવામાં આવ્યા ન હતા. આ નોટોની સુરક્ષા વિશેષતાઓની વિગતો સામાન્ય લોકો માટે આરબીઆઈની વેબસાઈટ પર પ્રદર્શિત કરવામાં આવે છે, એમ સંસદમાં જવાબમાં જણાવાયું હતું. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ નકલી નોટોને રોકવાના પગલાં અંગે બેંકોને વિવિધ સૂચનાઓ જારી કરે છે. સેન્ટ્રલ બેંક નિયમિતપણે બેંકોના કર્મચારીઓ/અધિકારીઓ અને મોટી માત્રામાં રોકડનું સંચાલન કરતી અન્ય સંસ્થાઓ માટે નકલી નોટો શોધવા અંગેના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે.