ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 9 મે 2022 (22:06 IST)

આવતા મહિને વધી શકે છે લોટ અને રોટલીની કિમંત, જાણો આની પાછળનુ કારણ

આ વર્ષે જૂનના મહિનામાં બ્રેડ, બિસ્કિટ અને રોટલી મોંઘી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈંડિયા દર વર્ષે ઓપ માર્કેટ સેલ સકીમ (ઓએમએસએસ) દ્વારા ઘઉનુ વેચાણ કરે છે. પણ અત્યાર સુધી સરકારે તેને લઈને કોઈ નિર્દેશ રજુ કર્યો નથી. આવામાં વેપારીઓ અને વિક્રેતાઓને ભય છે કે સરકાર આ વર્ષે ઓએમએસએસના દ્વારા વેચાણ નહી કરે તો ઘઉની કિમંત આકાશ આંબી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે  જૂન-જુલાઈમાં ચોમા સુ આવતા અને શાળા કોલેજ ફરીથી ખુલવાથી ઘઉની માંગમાં તેજી આવે છે. સરકાર આ દરમિયાન આપૂર્તિ નિર્વિરોધ કાયમ રાખવા માટે ઓએમએસએસ દ્વારા વિવિધ કંપનીઓ, વેપારીઓને વેચે છે. 
 
ઘઉનુ સરપ્લસ ઉત્પાદન 
ભારતમાં છેલ્લા ત્રણ વર્ષથી ઘઉંનું સરપ્લસ ઉત્પાદન છે. આવી સ્થિતિમાં જૂન-જુલાઈમાં એફસીઆઈ પણ તેના સ્ટોકમાં રાખેલા ઘઉંને રાહત દર અને નૂર પર ડિસ્કાઉન્ટ સાથે વેચે છે. જણાવી દઈએ કે કંપનીઓ એક વર્ષમાં FCI પાસેથી 70-80 લાખ ટન ઘઉં ખરીદે છે. સ્થાનિક ઘઉં પ્રોસેસિંગ ઉદ્યોગે 2021-22માં સરકાર પાસેથી 70 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. જો સરકાર આ વર્ષે OMSSમાંથી ઘઉંનું વેચાણ નહીં કરે તો કંપનીઓએ તેને ખુલ્લા બજારમાંથી ખરીદવું પડશે.
 
સરકારે એફસીઆઈ પર નિર્ભર ન રહેવા જણાવ્યું
ETએ એક મિલ માલિકના હવાલાથી જણાવ્યું હતું કે, “સરકારે અમને આ વર્ષે એફસીઆઈ પર નિર્ભર ન રહેવા જણાવ્યું છે. તેઓ આ વર્ષે ખાનગી વેપારીઓને ઘઉં વેચશે કે નહીં તે નક્કી નથી. સાથે જ લોટ ઉદ્યોગે આ સંબંધમાં ખાદ્ય મંત્રાલયને પત્ર લખીને સંકટની ચેતવણી આપી છે. પત્રમાં તેમણે ઘઉંની અછતનો મુદ્દો સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય સરકારોને કલ્યાણકારી યોજનાઓ માટે આપવામાં આવતા ઘઉં પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ સંકટને દર્શાવે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગ બજારમાં વાજબી ભાવે લોટ પૂરો પાડી શકશે નહીં. જેની સીધી અસર મિલિંગ અને બ્રેડ-બિસ્કીટ ઉદ્યોગ પર પડશે. નિષ્ણાતો માને છે કે બજારમાં ઘઉંના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર પાસે ઓએમએસએસ એ એકમાત્ર રસ્તો છે, જેનો ઉપયોગ કરીને સરકાર બજારમાં હસ્તક્ષેપ કરવાથી બચી શકે છે.