સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 3 જાન્યુઆરી 2024 (12:46 IST)

Petrol Diesel Price Today- ગુજરાતમાં વધ્યા પેટ્રોલના ભાવ, ડીઝલમાં કોઈ ફેરફાર નહીં, જાણી શું છે નવો ભાવ

Petrol Diesel Price Today
Highlights 

-  ગુજરાતમાં પેટ્રોલમાં 84 પૈસાનો વધારો, ડીઝલની કિમંત યથાવત 
-  મઘ્ય પ્રદેશ, પંજાબ,  ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ-ડીઝલની કિમંતમાં સાધારણ વધારો

Petrol Diesel Price Today

 
 
અમદાવાદ, 3 જાન્યુઆરી 2024, દેશમાં નવા વર્ષે પેટ્રોલ અને ડિઝલમાં 10 રૂપિયા સુધીનો ભાવ ઘટાડો થઈ શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવે આજે સવારે ઈંઘણના ભાવમાં ફેરફાર થતાં ગુજરાતમાં પેટ્રોલનાં ભાવમાં વધારો થયો છે જ્યારે ડિઝલનો ભાવ યથાવત રહ્યો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો થયો છે.
 
ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો 
પ્રાપ્ત વિગતો પ્રમાણે દેશમાં સવારે 6 વાગ્યે ઈંઘણના ભાવમાં સુધારો વધારો થતો હોય છે. દેશમાં રોજ સવારે ઈંધણના ભાવ બદલાય છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ત્યારે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. દેશના ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને ચેન્નાઈ સાથે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો થયો છે. ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. ઈઝરાયલ અને હમાસ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો પર પડી રહી છે અને તેમા મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. 
 
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણના નવા ભાવ જાહેર કર્યા
બુધવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ નજીવા વધારા સાથે 70.50 ડોલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઘટીને 75.89 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. જેની અસર ગુજરાતના માર્કેટ પર પણ પડી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.
 
ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
 
- દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 90.08 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
- કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
- ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
 
આજના નવા રેટ આ રીતે જાણી શકો છો
તમે SMS દ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક રેટ પણ જાણી શકો છો (ડીઝલ પેટ્રોલની કિંમત દરરોજ કેવી રીતે તપાસો). ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice નંબર 9222201122 પર મોકલીને કિંમત જાણી શકે છે.