ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 8 જુલાઈ 2021 (12:19 IST)

Petrol-Diesel 8 July: પેટ્રોલની કિમંત હવે આખા દેશમાં લગભગ 100 રૂપિયાને પાર, જાણો આજે ક્યા કેટલો રેટ

સામાન્ય જનતાના ખિસ્સા પર એકવાર ફરી મોંઘવારીની માર પડી છે. પેટ્રોલ, ડીઝલ આજે વઘુ મોંઘા થઈ ગયા. પેટ્રોલ આજે 35 પૈસા અને ડીઝલ 9 પૈસા મોંઘા થઈ ગયુ છે. દિલ્હીમાં ઈંડિયન ઓયલ પંપ પર પેટ્રોલ 100.56 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. દેશના બધા મોટા શહેરમાં પેટ્રોલની કિમંત 100 રૂપિયાને પાર પહોંચી ચુકી છે. 
 
કોલકાતામાં પેટ્રોલની કિંમત  100.23 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 100.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અન્ય બે મહાનગરો (ચેન્નઈ અને મુંબઇ) માં પેટ્રોલના ભાવ થોડા સમય પહેલા જ 100ને પાર પહોચી ચુક્યા છે.  મુંબઈમાં આ 29 મેના રોજ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર ગયો હતો. મુંબઈમાં પેટ્રોલની  કિમંત હવે 106.59 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.
 
અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિમંત આ મુજબ છે 
 
મુંબઈમાં આજે પેટ્રોલ રૂ .106.59 અને ડીઝલ રૂ .97.18 પ્રતિ લિટર
કોલકાતામાં આજે પેટ્રોલ 100.62 રૂપિયા અને ડીઝલ 92.65 રૂપિયા પ્રતિ લિટર છે
ચેન્નઇમાં આજે પેટ્રોલ રૂ. 101.37 અને ડીઝલ રૂ  94.15 પ્રતિ લિટર
ભોપાલમાં આજે પેટ્રોલ રૂ. 108.88 અને ડીઝલ 98.40 રૂપિયા પ્રતિ લિટર છે
બેંગલુરુમાં આજે પેટ્રોલ રૂ .103.93 અને ડીઝલ રૂ 94.99  રૂપિયા પ્રતિ લિટર
પટણામાં પેટ્રોલ આજે રૂ. 102.79 અને ડીઝલ 95.14 રૂપિયા પ્રતિ લિટર છે
ચંદીગઢમાં આજે પેટ્રોલ 96.70 રૂપિયા અને ડીઝલ 89.25 રૂપિયા પ્રતિ લિટર છે
લખનૌમાં આજે પેટ્રોલ 96.67 રૂપિયા અને ડીઝલ 90.01 રૂપિયા પ્રતિ લિટર છે
રાંચીમાં આજે પેટ્રોલ 95.70 રૂપિયા અને ડીઝલ રૂ 94.58 પ્રતિ લિટર છે
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 97 રૂપિયા 35 પૈસા થયો છે. તો ડીઝલનો ભાવ 96.48 પ્રતિ લિટર છે
ગાંધીનગરમાં પેટ્રોલની કિમંત 97.61  રૂપિયા અને ડીઝલ 96.74 રૂ. પ્રતિ લીટર છે. 
રાજકોટમાં પેટ્રોલની કિમંત પ્રતિ લિટર 97.19 રૂપિયા અને ડિઝલ 96.34 રૂપિયા પ્રતિ લીટર છે 
વડોદરામાં પેટ્રોલની કિમંત પ્રતિ લિટર 97.08 રૂપિયા અને ડિઝલ 96.21  રૂપિયા પ્રતિ લીટર છે 
સુરતમાં પેટ્રોલની કિમંત પ્રતિ લિટર 97.43  રૂપિયા અને ડિઝલ 96.58  રૂપિયા પ્રતિ લીટર છે