ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : સોમવાર, 20 જાન્યુઆરી 2020 (19:00 IST)

ખૂબ સહેલુ છે Passport બનાવવુ... જાણો કેવી રીતે ?

આધુનિક યુગમાં દેશમાં મોટાભાગથી વધુ લોકો ઈંટરનેટ સાથે જોડાતા રહે છે અને આ માર્ગે ભારત સરકારની સેવાઓ પણ ચાલવી શરૂ થઈ છે. અનેક મુશ્કેલ અને અસુવિદ્યાજનક કામને હવે એક ક્લિક પર પાર પાડી શકાય છે. હવે આરટીઆઈ ફાઈલ કરવાથી લઈને પૈન(PAN) કાર્ડ માટે એપ્લાય કરવુ, બધુ જ ઓનલાઈન શક્ય છે. 
 
આધાર કાર્ડની ડિઝિટલ કોપી પણ ડાઉનલોડ કરી શકાય છે. ડિઝિટલ ગવર્નેસના કારણે અનેક વસ્તુઓ માટે એપ્લાય કરવુ પહેલાની તુલનામાં વધુ સરળ થઈ ગયુ છે. આ સુવિદ્યા પાસપોર્ટ માટે એપ્લાય કરવુ પણ લાગૂ છે. 
 
પહેલા પાસપોર્ટ માટે એપ્લાય કરવ વિશે વિચારીને અનેકને માથાના દુખાવો શરૂ થઈ ગયો હતો. આમ તો હજુ પણ અનેક લોકો નાની-મોટી વાતોને લઈને પરેશાન થઈ જાય છે.   જેવુ કે ફોર્મ કેવી ભરવામાં આવે અને કંઈ કંઈ કાગળોની જરૂર પડશે. આ કારણથી અનેક લોકો એજંટની મદદ લે છે અને એક રકમ ચુકવીને પોતાનુ કામ પુરૂ કરે છે.  આવુ લોકોનુ માનવુ છે કે સરકારી ઓફિસમાં  કામ પુરૂ કરવામાં અનેક કલાક બરબાદ થશે.  બની શકે છે કે આ કામ માટે એકથી બીજી ઓફિસના ચક્કર ન કાપવા પડી જાય. 
 
જો તમે પણ એજંટની મદદ વિશે વિચારી રહ્યા છો તો નીચે આપવામાં આવેલી સલાહ વાંચો કારણ કે પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લાય કરવુ ખૂબ જ સહેલુ છે. આમ તો પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા હજુ પણ લાંબી છે અને ઓનલાઈન એપ્લાય કરવા છતા તમને પાસપોર્ટ ઓફિસ જવુ પડશે. પણ એટલુ તો ચોક્કસ છે કે તમને એજંટની જરૂર નહી પડે. 
ઓનલાઈન પાસપોર્ટ બનાવવા માટે કરો આ કામ.. 
 
1. પાસપોર્ટ સેવા (Passport Seva)ની વેબસાઈટ પર જાવ 
 
2. નવા યૂઝરવાળા બોક્સ પર ક્લિક કરો.  આ લિંક તમને રજીસ્ટ્રેશન પેજ પર લઈ જશે. 
 
3.  અહી તમારી સામે User Registration પેજ ખુલશે. તમે જે શહેરમાં રહો છો તેની પાસપોર્ટ ઓફિસ સિલેક્ટ કરો. આ પણ ચોક્કસથી જોઈ લો કે તમે તમારુ નામ એવુ જ લખ્યુ છે ને જેવુ તમારા ડોક્યુમેંટમાં છે.  ભલે તમારા ડોક્યુમેંટમાં તમારા નામ કે સરનેમના સ્પેલિંગમાં કોઈ ભૂલ થઈ હોય તો પણ તમારે એવુ જ નામ લખવાનુ છે નહી તો ડોક્યુમેંટ સાથે મેચ ન થવાને કારણે તમારી એપ્લીકેશન રદ્દ થઈ શકે છે.   ફોર્મની બાકીની વિગત ખૂબ જ સહેલી છે. આ કોઈ અન્ય વેબસાઈટ પર સાઈન અપ કરવાથી અલગ નથી. 
 
4. જ્યારે કામ પુરૂ થઈ જાય ત્યારે Register પર ક્લિક કરો. 
 
5. હવે જ્યારે તમે તમારુ એકાઉંટ ક્રિએટ કરી લીધુ છે તો Passport Sevaની વેબસાઈટ પર પરત આવો. 
 
6. હવે લીલા રંગવાળા Login બટન પર ક્લિક કરો. 
 
7. તમારો ઈમેલ આઈડી લખો અને Continue પર ક્લિક કરો. 
 
8. તમારો ઈમેલ, પાસવર્ડ અને ઈમેજમાં બનેલ કૈરેક્ટર્સને ટાઈપ કરો. ત્યારબાદ Login પર ક્લિક કરો. 
 
9. Apply for Fresh Passport/Reissue of Passport પર ક્લિક કરો. 
 
10. તમારી પાસે બે વિકલ્પ છે. તમે ફોર્મને ડાઉનલોડ કરીને તેને ભરીને પરત વેબસાઈટ પર અપલોડ કરી શકો છો કે પછી તમે તેને ઓનલાઈન પણ ભરી શકો છો.  અમારી સલાહ છે કે તમે ફોર્મને ઓનલાઈન જ ભરો. આવુ કરીને તમે સમય બચાવી શકો છો. 
 
જો તમે ફોર્મ ડાઉનલોડ કરીને ભરવા માંગો છો તો તમે Click here to download the soft copy of the form પર ક્લિક કરો. આ Alternative 1 પેજ પર પહેલા સબહેંડિગમાં ઉપલબ્ધ રહે ક હ્હે. 
 
11. જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમે Click here to fill the application form online વાળા ઓપ્શન પર ક્લિક કરો. આ Alternative 2 પેજ અંદર રહે છે. અમે હજુ પણ તમને સલહ આપીશુ કે તમે ઓનલાઈન ફોર્મ ભરવાનો વિકલ્પ પસંદ કરો.. કારણ કે આ પાસપોર્ટ માટે એપ્લાય કરવાની સૌથી સરળ રીત છે. 
12. આગળના પેજ પર તમને નવા પાસપોર્ટ કે રી-ઈશ્યૂ, સામાન્ય કે તત્કાલ, 38 પાન કે 60 પાન વચ્ચે પસંદ કરવાનુ રહેશે.  તમારી સુવિદ્યા અને જરૂરિયાતના હિસાબથી તમે વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ Next પેજ પર ક્લિક કરો. 
 
13. તમારા આગળના પેજમાં વ્યક્તિગત માહિતી આપવાની રહેશે.  આ વાતનુ ધ્યાન રાખો કે તમે જે માહિતી આપી રહ્યા છો એ તમારી પાસે રહેલ ડોક્યૂમેંટ સાથે મેચ થતી હોય.   જો તમને કોઈ શંકા ક હ્હે તો તમે આ ઓફિશિયલ ઈંસ્ટ્રકશન બુકલેટને તપાસી શકો છો. ફોર્મ ભરી લીધા પછી નીચેના ભાગની જમણી બાજુએ બનેલા Submit Application બટન પર ક્લિક કરો. 
 
14. ફોર્મ ભરી લીધા પછી એકવાર ફરી એ વેબપેજ પર પરત આવો જેનો ઉલ્લેખ 9માં નંબરના સ્ટેપમાં કર્યો છે. 
 
15. View Saved/Submitted Applications પર ક્લિક કરો. 
 
16. તમે એ એપ્લિકેશનને જોઈ શકશો જેને થોડીવાર પહેલા સબમિટ કરી હતી. તેની પાસે બનેલા રેડિયો બટન પર ક્લિક કરો. ત્યારબાદ Pay and Schedule Appointment પર ક્લિક કરો. 
 
17. Online Payment ને સિલેક્ટ કરો અને Next પર ક્લિક કરો. 
 
હવે તમારા શહેરમાં રહેલા પાસપોર્ટ સેવા કેન્દ્રની યાદી સ્ક્રીન પર આવશે. જેમા એપોઈંટમેંટ માટ સૌ પહેલા નિકટની તારીખ અને સમયનો પણ ઉલ્લેખ હશે. 
 
18. PSK Location ના પાસે બનેલા ડ્રોપ ડાઉન મેન્યૂમાંથી તમારી સુવિદ્યા મુજબ એક વિકલ્પને પસંદ કરી લો. 
 
19. ત્યારબાદ ઈમેજમાં બનેલ કૈરેક્ટર્સને ટાઈપ કરો. ત્યારબાદ Next પર ક્લિક કરો. 
 
20. Pay and Book Appointment  પર ક્લિક કરો. 
 
21 આ તમને પેમેંટ ગેટવે પેજ પર લઈ જશે. જેવુ જ તમારુ પેમેંટ પુર્ણ થઈ જશે. તમે એકવાર ફરી Passport Sevaની વેબસાઈટ પર પહોંચી જશો. 
 
22. હવે તમે એક પેજ જોઈ શકશો જેના પર Appointment Confirmation  લખ્યુ હશે. આ પેજ પર Passport Seva Kendra (PSK)તરફથી મળેલ એપોઈંટમેંટની સંપૂર્ણ્ણ વિગત રહેલી હશે. 
 
23.  Print Application Receipt પર ક્લિક કરો. આગળના પેજ પર તમે તમારી એપ્લિકેશનનુ ડિટેલ્ડ વ્યૂ જોઈ શકશો.  એકવાર ફરી Print Application Receipt પર ક્લિક કરો. 
 
24. આગળના પેજ પર તમે રિસિપ્ટનો પ્રીવ્યુ જોઈ શકશો. એકવાર ફરી Print Application Receipt પર ક્લિક કરો. આવુ કર્યા પછી તમને તમારી એપોઈંટમેંટ કંફર્મેશનની પ્રિંટ આઉટ લઈ શકશો. 
 
25. તમને પાસપોર્ટ સેવા કેન્દ્ર પર એંટી માટે આ રિસિપ્ટની પ્રિંટ આઉટની જરૂર પડશે. 
 
હવે તમે ચોક્કસ સમય પર પાસપોર્ટ સેવા કેન્દ્ર પર પહોંચી જાવ. અમે અમારા અનુભવ પરથી બતાવી રહ્યા છે કે જો તમારી પાસે બધા ડોક્યૂમેંટ હાજર છે તો તમને બે કલાકથી વધુનો સમય ન લાગવો જોઈએ.  પોલીસ વેરિફિકેશન પૂર્ણ થયા પછી જ તમને તમારો પાસપોર્ટ મળશે.  અ અ દરમિયાન તમે તમારી એપ્લિકેશનનુ સ્ટેટસ અહી તપાસી શકો છો.