હવે રેલવે રિફંડની મળશે તરત જાણકારી, મંત્રાલયે લોંચ કરી વેબસાઈટ
રેલ યાત્રી હવે રદ્દ કરવામાં આવેલ પોતાની ટિકિટના રિફંડની સ્થિતિ પર સતત નજર રાખી શકે છે. આ માટે તેમણે એક વેબસાઈટ પર લૉગ ઈન કરવુ પડશે. જેને રેલ મંત્રાલયે તાજેતરમાં શરૂ કર્યુ છે. રિફંડની સ્થિતિને જોવા માટે વેબસાઈટ refund.indianrail.gov.inમાં મુસાફરોના ફક્ત નામ અને પીએનઆર નંબરની જરૂર પડશે.
હવે રિફંડમાં નહી થાય મોડુ
રેલવે બોર્ડના નિદેશક વેદ પ્રકાશે જણાવ્યુ કે આ સુવિદ્યાનો ઉદ્દેશ્ય પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનુ છે અને રિફંડની રાહ જોનારાઓ માટે ખૂબ મદદગાર રહેશે. આ વેબસાઈટ કાઉંટરથી ખરીદવામાં આવેલ ટિકિટ અને ઓનલાઈન ટિકિટ માટે રિફંડની સ્થિતિને બતાડશે. વેબસાઈટ સેંટર ફોર રેલવે ઈફોરમેશન સિસ્ટમ(ક્રિસ) એ બનાવી છે. આ પ્રણાલી ખાસ કરીને એ મુસાફરોને મદદ કરશે જેમને ટિકિટ કાઉંટર પર ટિકિટ જમા પાવતી દ્વારા દાવો જમા કરવા મજબૂર થવુ પડે છે. કારણ કે તેઓ પોતાની ટિકિટનુ રિફંડની સ્થિતિ જાણી શકતા નથી.
7 દિવસમાં મળતુ હતુ રિફંડ
અત્યાર સુધી આઈઆરસીટીસી વેબસાઈટ દ્વારા પોતાની ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ તેમના ટિકિટ રદ્દ થતા આગળની પ્રક્રિયા અને રિફંડની સ્થિતિ વિશે ઈમેલ અને મેસેજ મોકલતા હતા. રેલવે ટિકિટ બધા ટિકિટ કાઉંટર, આઈઆરસીટીસી વેબસાઈટ અને રેલવે પૂછપરછ નંબર 139 દ્વારા રદ્દ કરાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ટીડીઆરની સ્થિતિમાં ઓનલાઈન ટિકિટ રદ્દ કરાવતા રિફંડની રાશિ મુસાફરોના બેંક ખાતામાં પાંચ દિવસમાં પહોંચે છે. જ્યારે કે કાઉંટર પર ટિકિટ રદ્દ કરાવતા સાત દિવસમાં રિફંડ મળે છે.