બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (10:28 IST)

બજેટ રજુ થવાથી સેંસેક્સ-નિફ્ટીમાં વધારો

બજેટના દિવસે ઘરેલુ બજારોએ સુસ્ત શરૂઆત કરી છે.  શરૂઆતી વેપારમાં સેંસેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકા સુધીની તેજી જોવા મળી રહી છે. નિફ્ટી  8575ની આસપાસ છે. જ્યારે કે સેંસેક્સએ 50 અંકોની મજબૂતી બતાવી છે. સેંસેક્સ 61 અંક મતલબ 0.2 ટકા વધીને 27,717ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. અહી નિફ્ટી 18 અંક મતલબ 0.2 ટકાની ઝડપ સાથે 8580ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. 
 
મિડકૈપ અને સ્મૉલકૈપ શેરોમાં પણ થોડી ખરીદી દેખાય રહી છે. બીએસઈના મિડકૈપ ઈંડેક્સ 0.3 ટકા વધ્યો છે. જ્યારે કે નિફ્ટીના મિડકૈપ 100 ઈંડેક્સમાં 0.25 ટકાની તેજી આવી છે. બીએસઈના સ્મૉલકૈપ ઈંડેક્સ 0.25 ટકા વધી છે. 
 
બેકિંગ, ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, કંજ્યુમર ડ્યુરેબલ્સ અને ઓયલ એંડ ગેસ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 0.3 ટકા વધીને 19,575મા સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે કે નિફ્ટી પીએસયૂ બેંક ઈડેક્સમાં 1.2 ટકાની મજબૂતી આવી છે. જો કે આઈટી અને ફાર્મા શેર દબાવમાં જોવા મળી રહ્યા છે.