બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 નવેમ્બર 2018 (18:10 IST)

પુષ્યનક્ષત્રના દિવસે ગુજરાતીઓએ 200 કિલો સોનું અને 400 કિલો ચાંદી ખરીદી

એક તરફ સોનાના ભાવ આસમાને છે તેમ છતાં પુષ્યનક્ષત્રના દિવસે રાજ્યભરમાં સોનાની ધુમ ખરીદી કરાઈ છે. એક જ દિવસમાં રાજ્યમાં સરેરાશ 225થી કિલોથી વધારે સોનું અને 400 કિલોથી વધારે ચાંદીનું વેચાણ થયુ છે. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં જ માત્ર એક દિવસમાં સોનાનું 125 કિલો અને ચાંદીનું અંદાજે 200 કિલો જેટલુ વેચાણ થયુ છે.
ગત વર્ષની સરખામણીએ સોનાની કિંમત સરેરાશ 10 ગ્રામદીઠ 3000 વધીને રૂ. 32,800 રહી હતી. જ્યારે ચાંદીની કિંમત બુધવારે રૂ.38,800 હતી. પુષ્યનક્ષત્ર અને ધનતેરસના દિવસે સોનું ખરીદવાની માન્યતા હોવાથી લોકોએ પુષ્યનક્ષત્રમાં મોટાપાયે ખરીદી કરી હતી. ત્યારે આગામી ધનતેરસના દિવસે પણ શહેરમાં સોનાના વેચાણમાં વધારો થશે તેવી શક્યતા સોના-ચાંદીના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
પુષ્યનક્ષત્રના દિવસે રાજ્યભરમાં સોનાનું સરેરાશ વેચાણ 200થી 225 કિલો અને ચાંદીનું સરેરાશ વેચાણ 400 કિલો થયાનો અંદાજ છે, જેમાં અમદાવાદમાં સરેરાશ 125 કિલો સોનું અને 200 કિલો ચાંદીનું વેચાણ થયું છે. સેફહેવન અને ધાર્મિક મહત્ત્વને કારણે સોનાની ખરીદી મોટા પાયે થતી હોય છે. ગત વર્ષની સરખામણીએ સોનાની કિંમત સરેરાશ 10 ગ્રામદીઠ 3000 વધીને રૂ. 32,800 રહી છે. જ્યારે ચાંદીની કિંમત બુધવારે રૂ. 38,800 હતી.