ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (15:18 IST)

જિયો ટીવી એપ પર જોવા મળશે પ્યોંગયોંગ રમતનુ પ્રસારણ

દક્ષિણ કોરિયાના પ્યોંગયોંગમાં શુક્રવારથી શરૂ થનારા શીતકાલિન ઓલંપિક રમતનુ દેશભરમાં સીધુ પ્રસારણ ભારતના જિયો ટીવી એપ પર કરવામાં આવશે.  
 
ભારતમાં લોકપ્રિય જિયો ટીવી એપને આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ(આઈઓસી)ની તરફથી શીતકાલિક ઓલંપિક રમતોના ડિઝીટલ પ્રસારણ અધિકાર આપવામાં આવ્યા છે. જિયો ટીવી આઈઓસી સાથે મળીને ભારતમાં મોબાઈલ એપ પર આ રમતોનુ સીધુ પ્રસારણ કરશે. 
 
દક્ષિણ કોરિયાના પ્યોંગયોંગમાં નવમાંથી 25 ફેબ્રુઆરી સુધી શીતકાલિન ઓલંપિક રમતનુ આયોજન થવાનુ છે. જેમા સ્ક્રીંઈંગ, સ્કેટિંગ, લ્યૂજ, સ્કી જંપિંગ, આઈસ હોકી, સ્નો બોર્ડિંગ જેવી 15 વિવિધ રમતોની 102 પ્રતિસ્પર્ધાઓ થશે. રમતોમાં ભારત સહિત દુનિયાભરમાંથી 90 દેશ ભાગ લઈ રહ્યા છે.  આ ઉપરાંત આઈઓસીના ઓલંપિક ચેનલ પર પણ આ રમતોનુ ભારતમાં સીધુ પ્રસારણ જોઈ શકાશે.