IRCTC અને OLAએ મેળવ્યો હાથ, મુસાફરોને મળશે આ મોટી સુવિદ્યા.. જાણો
ઈંડિયન રેલવે કૈટરિંગ એંડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી)એ પોતાના પ્લેટફોર્મ અને એપ પર કૈબ બુકિંગ સેવા માટે ઓલા સાથે કરાર કર્યો છે.
ઓલાએ આપેલ એક નિવેદન મુજબ આઈઆરસીટીસીની વેબસાઈટ કે એપ પર હવે ઓલા કૈબનુ બુકિંગ કરી શકાશે. આ માટે બંને કંપનીઓએ મંગળવારે ઈચ્છા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
7 દિવસ પહેલા કરી શકશો બુક
આ માધ્યમથી યાત્રી ઓલા કૈબ સાથે ઓલા ઓટો અને ઓલા શેયર વગેરેનું બુકિંગ કરી શકશે. મુસાફર 7 દિવસ પહેલા કે રેલવે સ્ટેશન પહોંચીને પણ કૈબ બુક કરી શકશે.
કેવી રીતે કરશો બુક
કૈબ બુક કરવા માટે યાત્રીઓએ આઈઆરસીટીસી એપ કે વેબસાઈટ પર લોગિન કરવુ પડશે. લોગ ઈન કર્યા પછી સર્વિસ સ્ટેશન પર ક્લિક કરો. ત્યારબાદ તમને બુક એ કૈબનો વિકલ્પ જોવા મળશે. આ વિકલ્પની પસંદગી કરીને તમારા હિસાબથી કૈબ પસંદ કરી શકો છો. તમારી જરૂરિયાતના હિસાબથી ડિટેલ ભર્યા પછી બુકિંગ કન્ફર્મ કરી દો.