રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (12:28 IST)

IRCTC પર આ રીતે કરાવશો ટિકિટ બુક, તો સસ્તી પડશે ટિકિટ

irctc new website
આઈઆરસીટીસી (irctc.co.in IRCTC)એ લોકોને ડિઝિટલ લેવડ-દેવડ  અને ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરાવવ તરફ પ્રોત્સાહિત કરવા માટે એક વધુ છૂટ આપવી શરૂ કરી છે. હવે irctc.co.in IRCTC પર ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરાવવા પર જો તમે ડેબિટ કાર્ડનો યુઝ કારશો તો ટ્રાંજેક્શન ચાર્જ નહી લાગે. 
ડેબિટ કાર્ડ યુઝ કરનારાઓને આઈઆરસીટીસીએ આ છૂટ આપવી શરૂ કરી દીધી છે. પહેલા ઓનલાઈન ટિકિટ બુકિગ પર બેંકના ટ્રાંજેક્શન ચાર્જના રૂપમાં 5 થી 10 કે 12 રૂપિયા સુધી લાગતા હતા. 
 
સર્વિસ ચાર્જમાં પણ લાંબા સમયથી મળી રહી છે છૂટ 
IRCTC પહેલાથી જ ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગમાં ટ્રેન મુસાફરોને સર્વિસ ચાર્જમાં છૂટ આપી રહી છે. જો કે તેનાથી આઈઆરસીટીસીને ભારે નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ છે. આ નુકશાનની ભરપાઈ નાણાકીય મંત્રી વર્ષ 2018-19 માટે ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગ પોર્ટલને 120 કરોડ રૂપિયા આપશે.  એક સરકારી અધિકારીએ કહ્યુ કે જ્યા સુધી IRCTC રેલવે ઈ ટિકિટ પર સર્વિસ ચાર્જમાંથી છૂટ આપશે ત્યા સુધી તેને સરકાર તરફથી ભરપાઈ મળતી રહેશે.