આર્થિક વિકાસ દર ઘટીને 4.5 ટકાના નીચા સ્તરે
નાણાકીય વર્ષ 2019-20ના બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકાના સ્તરે આવી ગયો છે. ગત નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7 ટકાના દરે હતો. સીએસઓ દ્વારા જાહેર કરેલા સત્તાવાર આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે.
અર્થતંત્રમાં મંદી અને લોકોની ખરીદશક્તિ તેમજ માગમાં ઘટાડાને અનેક નિષ્ણાતોએ જીડીપી ગત ક્વાર્ટર કરતા પણ ઓછો રહેશે તેવી ધારણા વ્યક્ત કરી હતી જે સાચી ઠરી છે.
2019-20ના પહેલા ત્રણ મહિનામાં વિકાસ દર 5 ટકા હતો. જે એની અગાઉ કરતાં પણ 0.8 ટકા ઓછો હતો. આ દર વર્ષ 2013 પછીનો સૌથી નબળો હતો.
GDP એટલે કે ગ્રૅસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપી અર્થવ્યવસ્થાનો એક આર્થિક અને પ્રાથમિક માપદંડ છે. કોઈ પણ દેશની આર્થિક હાલત માપવા માટે જીડીપી મહત્ત્વની છે.
જીડીપી એટલે કોઈ ચોક્કસ સમય દરમિયાન વસ્તુ અને સેવાના ઉત્પાદનની કુલ કિંમત.
ભારતમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા એ મુખ્ય ત્રણ ઘટક છે, જેમાં ઉત્પાદનની વધઘટના સરેરાશ પર જીડીપીનો આધાર રહેલો છે.
જીડીપી વધે તો આર્થિક વિકાસદર વધે છે. આ આંકડા દેશનો વિકાસ દર્શાવે છે.
ભારતમાં જીડીપીની ગણના દર ત્રણ મહિને કરવામાં આવે છે