EPFO Update: દિવાળી પહેલા 6 કરોડ લોકોને સરકાર આપશે મોટી ભેટ ખાતામાં જમા કરશે પૈસા, જાણો કેવી રીતે ચેક કરશો બેલેંસ ?
EPFO Update: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્યો માટે સારા સમાચાર આવી રહ્યા છે. સેવા નિવૃત્તિ ફંડ નિધિ નિકાય દિવાળી પહેલા નાણાકીય વર્ષ 2020-21(FY21)માટે સરકાર વ્યાજ દર ક્રેડિટ કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ ઈપીએફઓના કેન્દ્રીય બોર્ડે વ્યાજ દરમાં વધારાને મંજુરી આપી છે અને નિકાયને હવે નાણાકીય મંત્રાલયની મંજુરીની જરૂર છે.
રિપોર્ટ અનુસાર, બે સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે આનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું મળશે. (DA) અને મોંઘવારીમાં રાહત (DR) માં વૃદ્ધિ સાથે સાથે વધુ પૈસા મળશે. જ્યા કેટલાક લોકોની દલીલ છે કે નાણાં મંત્રાલયની મંજૂરી માત્ર પ્રોટોકોલની બાબત છે, ઇપીએફઓ તેની મંજૂરી વગર વ્યાજ દરને ક્રેડિટ કરી શકતું નથી. EPFO તેના બોર્ડના નિર્ણય અને નાણાકીય સ્થિતિના આધારે આગળ વધવાની અપેક્ષા રાખે છે.
માર્ચમાં બોર્ડે નાણાકીય વર્ષ 21 માટે 8.5% ચૂકવવાની ભલામણ કરી હતી. EPFO એ ગયા નાણાકીય વર્ષમાં અંદાજે 70,300 કરોડ રૂપિયાની આવકનો અંદાજ મૂક્યો છે, જેમાં તેના ઇક્વિટી રોકાણોનો એક હિસ્સો વેચવાથી લગભગ 4,000 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
2020 માં કોવિડ-19 રોગચાળો ફાટી નીકળ્યા બાદ, EPFO એ માર્ચ 2020 માં PF નો વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કરી દીધો. છેલ્લા 7 વર્ષમાં આ સૌથી ઓછો વ્યાજ દર છે. નાણાકીય વર્ષ 2018-19માં વ્યાજ દર 8.65 ટકા હતો. જોકે, નાણાકીય વર્ષ 2017-18માં તે માત્ર 8.55 ટકા હતો. નાણાકીય વર્ષ 2019-20 માટે તે 8.5 ટકા છે.
જાણો- બેલેન્સ કેવી રીતે ચેક કરશો ?
એકવાર વ્યાજ જમા થઈ ગયા પછી પીએફ ગ્રાહક ચાર રીતે પોતાનુ ઈપીએફ બેલેંસ અને વ્યાજની સ્થિતિ ચકાસી શકે છે. EPF બેલેંસ ચેક કરવા માટે સબસ્કાઈબર્સ પાસે પોતાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) હોવો જરૂરી છે.