રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (18:29 IST)

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા શરૂ કરવાની તૈયારીમાં સરકાર

સરકાર એવા દેશો સાથે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે જ્યાં કોરોના નિયંત્રણમાં છે. 15 ડિસેમ્બરથી નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની થઈ રહી છે. હાલમાં એર બબલ સેવા હેઠળ 31 દેશો સાથે એર બબલ કરાર છે. કેટલાક દેશોમાં કોરોનાના નવા પ્રકારો મળી આવ્યા છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. યુરોપના ઘણા દેશોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન, સરકાર 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સેવા શરૂ કરી શકે છે. જો કે, જે દેશોમાં કોરોના વાયરસ ફેલાવાનું જોખમ હોય ત્યાંથી નિયમિત ફ્લાઈટ્સને મંજૂરી આપવામાં આવશે નહીં.
 
એક મીડીયાના અહેવાલ મુજબ 14 દેશો સાથે એર બબલ સર્વિસ ચાલુ રહેશે. જો કે આ દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દેશોમાં યુરોપિયન યુનિયન ઉપરાંત કેટલાક અન્ય દેશો પણ સામેલ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી શકે છે. કોરોના મહામારીના આગમન પછી, માર્ચ 2020 થી નિયમિત ફ્લાઇટ સેવા પર રોક લાગી  છે. પ્રથમ લોકડાઉન પછી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા એર બબલ તરીકે શરૂ થઈ. અત્યારે પણ આ જ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સેવા ચાલુ છે