નોટબંધી પછી હવે મોદી ચેકબંધીના મુડમા ?
દેશમાં કેશલેસ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવા અને કાળાનાણાના વેપાર પર લગામ લગાવ્યા પછી હવે કેન્દ્ર સરકાર ડિઝિટલ ટ્રાંજેક્શન વધારવા માટે આગામી પગલુ ઉઠાવતા દેશમાંથી ચેકબુક વ્યવસ્થાને ખતમ કરવાનો નિર્ણય લઈ શકે છે.
અખિલ ભારતીય વેપારી પરિસંઘનો (CAIT) દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ચેકબુકની વ્યવસ્થાને ખતમ કરવાનુ ફરમાન કરી શકે છે. CAITના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલનુ માનવુ છે કે સરકર ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગને સતત પ્રોત્સાહિત કરી રહી છે. આ માધ્યમને વધુ સુચારુ રૂપથી ચલાવવા માટે તે ખૂબ જલ્દી ચેકબુકની સુવિદ્યાને ખતમ કરવાની પહેલ કરી શકે છે.
સરકારની થશે મોટી બચત
પ્રવીણ ખંડેલવાલના મુજબ નોટબંધી પહેલા સુધી કેન્દ્ર સરકાર લગભગ 25 હજાર કરોડ રૂપિયા નવી કરેંસીના છાપકામ અને 6 હજાર કરોડ રૂપિયાની વધુ રકમ કરેંસીની સુરક્ષા પર ખર્ચ કરતી હતી. આ ખર્ચને જોતા કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને કેશલેસમાં બદલવા માંગે છે.
વેપારમાં 95 ટકા લેવડદેવડ કેશ કે ચેકથી
ચેક બુક બેન કરવાથી કેશલેસ ઈકોનોમીની દિશામાં શુ ફાયદો થશે ? મોટાભાગના વ્યવસાયિક લેવડ દેવડ ચેક દ્વારા જ થાય છે. હાલ 95 ટકા ટ્રાંજેક્શન કેશ કે ચેક દ્વારા થાય છે. નોટબંધી પછી રોકડ લેવડ દેવડમાં કમી આવી અને ચેક બુકનો ઉપયોગ વધ્યો છે. સરકારે આ નાણાકીય વર્ષના અંત સુધી 2.5 ખરબ ડિઝિટલ ટ્રાંજેક્શનનો ટારગેટ મુક્યો છે. આ ટારગેટને પુરો કરવા માટે સરકાર ચેક બુક પર ટૂંક સમયમાં જ બેન લગાવવાની શરૂઆત કરી શકે છે.
રિઝર્વ બેંકના કાયદામાં થશે ફેરફાર ?
જો કે ચેક વ્યવસ્થાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકારને કાયદાકીય પહેલ કરવાની જરૂર છે. બેંક દ્વારા રજુ કરવામાં આવનારા ચેક બેકિંગ કાયદામાં એક ફાઈનેંશિયલ ઈંસ્ટ્રૂમેંટના રૂપમાં સામેલ છે. ચેકને ફાઈનેંશિયલ ઈસ્ટ્રૂમેંટની યાદીમાંથી બહાર કરવા માટે તેને રિઝર્વ બેંક દ્વારા બેકિંગ કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે.