Gold Price Today - શુ 50 હજારથી નીચે જશે સોનાનો ભાવ ? જાણો શુ કહે છે એક્સપર્ટ
Gold Price Todays કિમંતી ઘાતુઓના વૈશ્વિક મૂલ્યોમા ઘટાડા વચ્ચે દિલ્હી શરાફા બજારમાં ગુરૂવારે સોનુ 714 રૂપિયા ગબડીને 50,335 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયુ. એચડીએફસી સિક્યોરીટીઝના મુજબ આનાથી અગાઉના કારોબારી સત્રમાં સોનુ 51,049 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયુ હતુ. જો કે ચાંદીની કિમંત પણ 386 રૂપિયાના નુકશાન સાથે 69,708 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયુ. જે આ પહેલા વેપારી સત્રમાં 70,094 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ઘટાડો દર્શાવતા 1916 ડૉલર પ્રતિ ઔસ રહી ગયુ.
જ્યારે કે ચાંદીની કિમંત 27.07 ડોલર પ્રતિ ઔસ પર કાયમ રહી.
વાયદા બજારમાં સોનુ તેજ
વાયદા વેપારમાં ગુરૂવારે સોનુ 361 રૂપિયાની તેજી સાથે 50,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયુ. મલ્ટી કમોડિટી એક્સચેંજ (એમસીએક્સ)માં ફેબ્રુઆરી મહિનામાં ડિલીવરીવાળુ સોનુ વાયદાની કિમંત 361 રૂપિયા એટલે 0.71 ટકાની તેજી સાથે 50,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. જેમા 8,999 લૉટ માટે વેપાર કરવામાં આવ્યો.
ચાંદી વાયદા કિમંતોમાં તેજી
મજબૂત હાજિર માંગના કારણે વેપારીઓએ પોતાના સોદાનો આકાર વધાર્યો. જેનાથી વાયદા બજારમાં ગુરૂવારે ચાંદી વાયદા કિમંત 312 રૂપિયાની તેજી સાથે 69,729 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. એમસીએકસમાં ચાંદીના માર્ચ મહિનામાં ડિલીવરીવાળા કરારની કિમંત 312 રૂપિયા એટલે કે 0.45 ટકાની તેજી સાથે 69,729 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. જેમા 14,210 લૉટ માટે વેપાર થયો.
શુ કહે છે વિશ્લેષક
બજાર વિશ્લેષકો મુજબ વેપારીઓ દ્વારા તાજા સોદાની લેવાલીને કારણે સોના વાયદા કિમંતોમાં તેજી આવી. આંતરારાષ્ટ્રીય બજાર ન્યૂયોર્કમાં સોનુ 0.58 ટકાની તેજી દર્શાવતા 1,919.60 ડોલર પ્રતિ ઔસ ચાલી રહ્યુ હતુ. તેમણે કહ્યુ કે ચાંદી વાયદા કિમંતોમાં તેજી આવવાનુ મુખ્ય કારણ ઘરેલુ બજારમાં તેજીનુ વલણ રહેવાથી વેપારીઓ દ્વારા તાજી લેવાલી કરવાનુ હતુ. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.64 ટકાની તેજી સાથે 27.22 ડૉલર પ્રતિ ઔસ ચાલી રહ્યુ હતુ.