ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 5 માર્ચ 2020 (13:59 IST)

Flipkartના કો-ફાઉંડર સચિન બંસલ પર પત્નીએ લગાવ્યો દહેજ ઉત્પીડનનો આરોપ, નોંધાવી FIR

ફ્લિપકાર્ટના સહ સંસ્થાપક  (Flipkart Co-Founder) સચિન બંસલ પર તેમની પત્નીએ દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સચિન બંસલ  (Sachin Bansal)ની પત્ની પ્રિયાએ બેંગલુરૂના કોરમગલા પોલીસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવ્યો છે.  નોંધાવેલ એફઆઈઆરમાં ચાર લોકોના નામ આપવામાં આવ્યા છે. - સચિન બંસલ, તેમના પિતા સતપ્રકાશ અગ્રવાલ, માં કિરણ બંસલ અને ભાઈ નિતિન બંસલ 
 
2008માં થયા હતા બંનેના લગ્ન 
 
ઉલ્લેખનીય છે કે સચિન અને પ્રિયા બંસલના લગ્ન 2008માં થયા હતા. પોતાની ફરિયાદમાં પ્રિયામાં આરોપ લગાવ્યો કે તેમના લગ્ન પછી સચિન અને તેના પરિવારના લોકોએ દહેજ માંગવુ શરૂ કરી દીધુ હતુ  28 ફેબ્રુઆરીના રોજ પોલીસને આપેલી ફરિયાદમાં 35 વર્ષીય પ્રિયાએ આરોપ લગાવ્યો કે તેમના પિતાએ લગ્ન માટે 50 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો અને સચિનને 11 લાખ રોકડા આપ્યા હતા. જો કે કોર્ટના રેકોર્ડમાં સચિન બંસલની માતા કિરણ બંસલે પોતાની વહુ વિરુદ્ધ થોડા દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી જેનુ કારણ કોઈને ખબર નથી. 
 
બહેન સાથે કર્યુ યૌન ઉત્પીડન - બંસલની પત્ની 
 
સચિનની પત્ની પ્રિયા એક ડેંટિસ્ટ છે.  તેનો આરોપ છે કે સચિને તેની ઉપર હાથ ઉપાડ્યો ને પૈસાની માંગ કરી. તેણે જણાવ્યુ કે ગયા વર્ષે ઓક્ટોબરના રોજ સચિને કથિત રૂપે તેની સાથે મારઝૂડ કરી અને કહ્યુ કે તેમની જેટલી પણ પ્રોપર્ટી એક સાથે છે તે બધી પ્રોપર્ટી સચિનના નામે કરી દે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે જ્યારે સચિન દિલ્હી ગયો હતો ત્યારે તેણે પ્રિયાની બહેનનુ યૌન ઉત્પીડન કર્યુ. પ્રિયાએ આરોપ લગાવ્યો કે જ્યારે તેણે સચિનને સંપત્તિ ટ્રાંસફર કરવાની ના પાડી દીધી ત્યારે સચિને તેના માતા પિતા અને ભાઈને પણ પરેશાન કર્યા. 
 
પ્રિયાએ સચિન વિરુદ્ધ બે ધારાઓ - 498 એ (દહેજ ઉત્પીડન), 34 (અપરાધિક ઈરાદો)અને દહેજ નિષેધ અધિનિયમની ધારા 3 અને 4 હેઠળ એક FIR નોંધાવી છે. બીજી બાજુ સચિન બંસલે 29 ફેબ્રુઆરીના રોજ જામીન માટે અરજી આપી છે અને આજે ગુરૂવારે તેમની ફરિયાદ પર નિર્ણય સંભળાવવામાં આવશે.