બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 6 એપ્રિલ 2020 (11:32 IST)

ત્રીજી આંખમાં થયા કેદ: કોઇ ધાબા પર પત્તા અને કેરમ રમી રહ્યું છે તો કોઇ કરી રહ્યું છે ભજીયા પાર્ટી, VIDEO VIRAL

ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યનું પોલીસ તંત્ર લોકડાઉનનો ખૂબ જ કડકાઈથી અમલ કરવી રહ્યું છે. લોકો ઉપર સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સની મદદથી નજર રાખવામાં આવી રહી છે.  જેને પગલે પોલીસ ડ્રોન કેમેરાથી સોસાયટીઓ અને મહોલ્લામાં એકઠા થતા લોકો પર નજર રાખી રહી છે. સાથે જ રોડ પર નજરે પડ્યા તો પણ ગુનો નોંધશે. 
 
ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કેટલાક લોકો ધાબા પર ટોળુવળીને પત્તે રમતા હતા. ડ્રોન જોઈ તમામ લોકો ભાગવા લાગ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એક વિકલાંગ વ્યક્તિ પણ જોવા મળે છે.
 
તો બીજી તરફ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સ્વાગત એપાર્ટમેન્ટ પાસે પોલીસ ડ્રોન ઉડાડી તપાસ કરતા ફ્લેટના ધાબા પર ચાર લોકો કેરમ રમતા દેખાયા હતા. જેથી પોલીસે ઓળખ કરી કૃણાલ, જયનીત ગોસ્વામી, ધૈર્ય શાહ અને હર્ષ નામના વ્યક્તિઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.
 
જ્યારે સુરતના વરાછા રોડ પર આવેલી સરથાણા જકાતનાકા ખાતેની રાજહંસ સ્વપ્ન નામની બિલ્ડીંગની છત પર ભજીયા પાર્ટી ચાલી રહી હતી. જો કે ત્યારે અચાનક પોલીસ ડ્રોન પહોંચી જતા ન માત્ર ભજીયા પાર્ટીની મજા બગડી હતી પરંતુ તમામ પાર્ટી રસિકોમાં ભાગદોડ મચી ગઇ હતી. હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહેલા ફેસબુક અને વોટ્સએપમાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં પોલીસનું ડ્રોન ફરી રહ્યું હતું. 
 
એક તરફ ગુજરાત પોલીસ રોડ પર પેટ્રોલિંગ અને ચેકિંગ કરીને નજર રાખી રહી છે. તો બીજી તરફ ડ્રોન અને સીસીટીવી ફુટેજથી પણ નજર રાખી રહી છે.