બિઝનેસ વુમન સૌથી વધુ કરે છે ઈંટરનેટનો ઉપયોગ
મહિલાઓ પોતાના બિઝનેસને વધારવા માટે ઈંટરનેટના માધ્યમનો સૌથી વધુ ઉપયોગ કરી રહી છે. તેનાથી તેમનો બિઝનેસ વધી પણ રહ્યો છે.
શહેરમાં બિઝનેસ કરનારી 80 મહિલાઓ પર કરવામાં આવેલ રિસર્ચ દ્વારા જાણવા મળ્યુ કે 90 ટકા મહિલાઓ પોતાના બિઝનેસના વિસ્તાર માટે ઈંટરનેટનો ઉપયોગ કરે છે. જ્યારે કે 9 ટકા ફોન દ્વારા વધુ કામ કરે છે. વડોદરાની એમ એસ યૂનિવર્સિટીની હોમ સાયંસ ફેકલ્ટીના એક્સટેનંશન એંડ કમ્યૂનિકેશન ડિપાર્ટમેંટના પ્રો. અંજલિ મણિયારાની દેખરેખમા% એમએસસીની વિદ્યાર્થીની મેઘા પાઠકે શહેરમાં બિઝનેસ કરનારી મહિલાઓ વેપાર કરનારી મહિલાઓ ઈંટરનેટનો કેટલો ઉપયોગ કરે છે તેના પર રિસર્ચ કર્યુ. 53 ટકા મહિલાઓને ઈંટરનેટના ઉપયોગથી નવો આઈડિયા મળ્યો. 23 થી 35 વર્ષની 60 ટકા અને 36 થી 60 વર્ષની 40 ટકા મહિલાઓ પર સર્વે કરવામાં આવ્યો. મહિલા ઉદ્યોગપતિઓને સરકાર દ્વારા સહાયતા આપવામાં આવી રહી છે. તો બીજી બાજુ ઈંટરનેટનો ઉપયોગ મહિલાઓ માટે વધુ કારગર સાબિત થઈ રહ્યો છે.
રિસર્ચનો મુદ્દો
86% મહિલાઓએ પોતે પોતાનો બિઝનેસ ઉભો કર્યો છે.
- 88% મહિલાઓ સિંગલ ઓનરશિપ ધરાવે છે.
- 10% પાર્ટનરશિપમાં વેપાર કરે છે.
- 76% વડોદરામાં જ માર્કેટિંગ કરે છે.
- 13% કમ્યૂટર કે લૈપટોપનો ઉપયોગ કરે છે.
-91% મોબાઈલથી બિઝનેસ કરે છે
-57% 2 થી 6 કલાક કામ કરે છે.
19 પ્રકારના બિઝનેસ સાથે જોડાયેલી છે સ્ત્રીઓ
બ્યુટિશિયન, ફેશન ડિઝાઈનર, શોપ કિપર, હેંડીક્રાફ્ટ, એજ્યુકેશન, કેયર ટેકર, ડોક્ટર, એંજીનિયર, ડિઝાઈનિંગ, જ્વેલરી ડિઝાઈનિંગ, ઈમિટેશન આઈટમ, ટેલરિંગ, ક્લોથ બિઝનેસ, બેકરી પ્રોડક્ટ, ઈવેંટ મેનેજમેંટ, ટ્રેવલ એજંટ, ઓનલાઈન, મેંહદી આર્ટ, વેબ ડેવલોપર, ગૃહ ઉદ્યોગ.