શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 13 માર્ચ 2024 (15:54 IST)

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 22000 ની નીચે સરકી ગયો

Share Market
share Market- શેરબજારના સ્મોલ કેપ ઈન્ડેક્સની હાલત સૌથી ખરાબ હતી. સ્મોલકેપ શેરોએ ડિસેમ્બર 2022 પછીનો તેમનો સૌથી મોટો ઘટાડો નોંધ્યો હતો અને તે 5% જેટલો લપસ્યો હતો. મિડકેપ શેરમાં 3%નો ઘટાડો નોંધાયો હતો. માઈક્રોકેપ અને એસએમઈ સ્ટોક ઈન્ડેક્સ લગભગ 5% ઘટ્યા છે.
 
આજે સવારે થોડા મોમેન્ટમ સાથે ખુલ્યા બાદ અચાનક ઘટાડો શરુ થયો હતો. સેન્સેક્સમાં આજે 1000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો જ્યારે નિફ્ટી 350 પોઈન્ટ તૂટી ગઈ. બપોરે 2:30 વાગ્યે સેન્સેક્સ 1046 પોઈન્ટ એટલે કે 1.42 ટકા તૂટીને 72621 સ્તરે પહોંચીને વેપાર કરી રહ્યો હતો ત્યારે નિફ્ટી 1.74 ટકા અથવા 388 પોઈન્ટ તૂટીને 21,947 પર વેપાર કરી રહ્યો હતો.
 
નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં 1730 પોઈન્ટ અથવા 3.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો. સાથે જ નિફ્ટીના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 676 પોઈન્ટ એટલે કે 4.50 ટકા ઘટીને વેપાર કરી રહ્યો હતો. આ ભયંકર ઘટાડાના કારણે માર્કેટનું સેન્ટીમેન્ટ બદલાઈ ગયું અને દિગ્ગજ કંપનીઓના શેરમાં જબરદસ્ત વેચાવલી થઈ.