ગુજરાત દર્શન માટે દોડશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, 28 ફેબ્રુઆરીથી થશે શરૂ
ભારતીય રેલવેએ એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા 28 ફેબ્રુઆરીએ દિલ્હીના સફદરગંજ સ્ટેશનથી શરૂ થશે. આ પ્રવાસમાં વાઈબ્રન્ટ ગુજરાતનો વારસો પ્રદર્શિત કરવામાં આવશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી કોચ હશે. આ ટ્રેન આખા દિવસમાં અંદાજે આઠ કલાક ચાલશે. આ દરમિયાન 3500 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરવામાં આવશે.
ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી કોચ હશે. તેમાં અત્યાધુનિક પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટ પણ હશે. આ ટ્રેનમાં લગભગ 156 પ્રવાસીઓ એકસાથે મુસાફરી કરી શકશે. આ ટ્રેન તમને ગુજરાતના હેરિટેજ સ્થળો અને યાત્રાધામોની મુલાકાતે લઈ જશે.
ગરવી ગુજરાત ટુર પેકેજમાં પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, માધોરા અને પાટણ જેવા સ્થળો બતાવવામાં આવશે. પ્રવાસીઓ ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલવે સ્ટેશનથી પણ આ ટ્રેન પકડી શકો છે.
IRCTCએ આ ટૂર પેકેજ માટે હપ્તામાં ચૂકવણી કરવાનો વિકલ્પ આપ્યો છે. આ માટે તમે પેમેન્ટ ગેટવેમાં EMI નો વિકલ્પ પસંદ કરી શકો છો.