ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 21 જૂન 2021 (19:39 IST)

સેંટ્રલ બેંક ઓફ ઈંડિયા અને ઈંડિયન ઓવરસીઝ બેંકનુ થશે ખાનગીકરણ, 51% ભાગીદારી વેચશે સરકાર

કેન્દ્ર સરકારે પ્રાઈવેટાઈજેશન માટે સેંટ્રલ બેંક ઓફ ઈંડિયા (Central Bank Of India) અને ઈંડિયન ઓવરસીઝ બેંક  (Indian Overseas Bank) ની પસંદગી કરી છે.  કેન્દ્ર સરકાર આ બંને સરકારી બેંકોમાં પોતાનો ભાગનુ ડિસઈવેસ્ટમેંટ કરશે. પહેલા ચરણમાં 51 ટકા ભાગીદારી વેચવાની યોજના છે. 
 
આ સમાચાર પછી સ્ટોક માર્કેટમાં સેંટ્રલ બેંક ઓફ ઈંડિયા અને ઈંડિયન ઓવરસીજ બેંકના શેયરમાં 20% અપર સર્કિટ લાગ્યુ છે.  IOB ના શેયર આ સમાચાર પહેલા  19.85  રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા જે અચાનક 19.80% વધીને 23.60 રૂપિયા પર પહોચી ગઈ. બીજી બાજુ સેંટ્રલ બેંકના શેયર 20 રૂપિયાથી 19.80% વધીને 24.20 રૂપિયા પર પહોંચી ગયા.