રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (15:58 IST)

Bank Holidays December 2021 - આ અઠવાડિયે 3 દિવસ બેંક રહેશે બંધ, હડતાલ અને પછી રજાને કારણે નહી થાય કામકાજ, આવતા અઠવાડિયે પણ બંપર રજાઓ

જો તમે બેંક સાથે જોડાયેલા જરૂરી કામ છે તો તેને આજે જ પતાવી લેજો, કારણ કે આવનારા 4 દિવસ સુધી બેંક સતત બંધ રહેશે. જો કે 4 દિવસની આ સતત રજા માત્ર શિલોંગમાં જ રહેશે. અન્ય સ્થળોએ 16, 17 અને 19 ડિસેમ્બરે બેંકો બંધ રહેશે.
 
 
16 અને 17 ડિસેમ્બરે હડતાળ પાડવામાં આવશે
દેશના સરકારી બેંક કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બરના રોજ હડતાળ પર રહેશે, જેના કારણે આ બે દિવસે બેંકોમાં કામકાજ નહીં થાય. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. UFBU એ સરકારની ખાનગીકરણની ચાલી રહેલી તૈયારીઓના વિરોધમાં હડતાળની જાહેરાત કરી છે. UFBU હેઠળ બેંકોના 9 યુનિયન છે.
 
કયા દિવસે રહેશે રજા 
 
16 ડિસેમ્બર - બેંક હડતાલ
17 ડિસેમ્બર - બેંક હડતાલ
18 ડિસેમ્બર - યુ સો સો થામની પુણ્યતિથિ (શિલોંગમાં બેંકો બંધ)
19 ડિસેમ્બર - રવિવાર (સાપ્તાહિક રજા)
 
16 દિવસમાંથી 10 દિવસ બેંકો બંધ રહેશે
 
ડિસેમ્બર મહિનામાં આજના દિવસને હટાવીને હવે 16 દિવસ બચ્યા છે. આ 16 દિવસમાંથી 10 દિવસ બેંક બંધ રહેવાના છે. જોકે આ બેંક હોલિડે જુદા જુદા રાજ્યોના હિસાબથી રહેશે.