Bank Holidays in November 2020: નવેમ્બરમાં આ તારીખે બંધ રહેશે બેંક, રજાઓ મુજબ પ્લાન કરો તમારા કામ
ભલે દેશભરમાં હવે આર્થિક ગતિવિધિઓ ખુલવા લાગી છે, પણ કોરોના સંક્રમણનુ ખતરો હજુ ગયો નથી. તેથી દર વ્યક્તિને સંક્રમણના જોખમથી બચવાની કોશિશ કરતા રહેવુ જોઈએ. આ માટે આપણે ઘરેથી જ કાર્યોને નિપટાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જરૂર પડવા પર જ બહાર જવુ જોઈએ.
બેંક સાથે જોડાયેલ કામ-કાજનુ પણ ખૂબ મહત્વ છે. શનિવાર અને રવિવારે દશેરા, દિવાળી જેવી સાર્વજનિક રજાઓ પર બધી બેંક બંધ રહે છે. નવેમ્બરમાં બેંક ચાર રવિવાર અને બે શનિવારે બંધ રહેશે. નવેમ્બરના મહિનામાં આશા કરવામાં આવી રહી છે કે દેશના વિવિધ રાજ્યોમાં કેટલાક તહેવારો ઉજવાશે. આ મહિનામાં બે મુખ્ય તહેવાર દિવાળી અને ગુરૂ નાનક જયંતી છે.
ઘણીવાર એવુ થાય છે કે આપણે બેંકિંગ કામ માટે બેંક શાખા પર જઈએ છીએ અને ત્યા જાણ થાય છે કે એ દિવસે બેંકની રજા છે. કોરોના મહામારી જેવા સંકટના સમયમાં આવી અસુવિદ્યાઓથી બચવા માટે આપણને એ જાણ હોવી જોઈએ કે બેંકમાં ક્યારે ક્યારે રજા છે.
આવામાં કેન્દ્ર સરકારની રજાઓ બધી બેંકો, સાર્વજનિક અને ખાનગી ક્ષેત્ર પર લાગૂ થાય છે. જો કે બેંકની રજાઓ વિવિધ રાજ્યોમાં જુદી જુદી હોય છે. તેથી ગ્રાહક બેંકની રજાઓ મુજબ પોતાના બેંક સાથે સંબંધિત કામની યોજના બનાવે તો ફાયદામાં રહેશો.
જાણો નવેમ્બરમાં ક્યા ક્યા દિવસે બંધ રહેશે બેંક
1 નવેમ્બર - રવિવાર
8 નવેમ્બર - રવિવાર
14 નવેમ્બર - મહિનાનો બીજો શનિવાર / દિવાળી
15 નવેમ્બર - રવિવાર
22 નવેમ્બર - રવિવાર
28 નવેમ્બર - ચોથો શનિવાર
29 નવેમ્બર - રવિવાર
30 નવેમ્બર - ગુરુ નાનક જયંતિ