બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 13 માર્ચ 2024 (11:38 IST)

ધીરુભાઈ અંબાનીના જન્મસ્થાન ચોરવાડ પહોચ્યા અનંત-રાધિકા- પ્રી વેડિંગ સેરેમની પછી પહેલીવાર ગામ ગયા, દાદી કોકિલાબેન પણ સાથે

anant radhika
anant radhika

મુકેશ અંબાનીના નાના પુત્ર અનંત અંબાની તેમની ફિયાંસી રાધિકા સાથે મંગળવારે ધીરુભાઈ અંબાનીના જન્મસ્થળ ચોરવાડ પહોચ્યા. તેમની સાથે તેમની દાદી કોકિલાબેન અંબાની પણ હતા. પ્રી વેડિગ સેરેમની પછી અનંત અને રાધિકા પહેલીવાર ધીરુભાઈના ગામ  ગયા છે. આ અવસર પર તેમણે ઝુંડ ભવાની માતાજી મંદિરના દર્શન કર્યા.


અંબાની પરિવારે ચોરવાડમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ માટે ડિનર પોગ્રામનુ પણ આયોજન કર્યુ. જ્યા લોકોને સામુહિક ભોજ કરાવવામાં આવ્યુ. ભોજન પછી અંબાની પરિવારે અનંત-રાધિકાના પ્રી વેડિંગનો ઉત્સવ ઉજવવા માટે લોક ડાયરાનો કાર્યક્રમ રાખ્યો. આ ગુજરાતી પારંપારિક સંગીતનો કાર્યક્રમ હોય છે, જેમા કલાકાર લોકગીત ગાય છે.

ડાયરામાં ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, અલ્પાબેન પટેલે ડાયરાની રમઝટ બોલાવી હતી. અંબાણી પરિવારના પ્રસંગમાં પધારેલા તમામ લોકોએ ડાયરાની ભરપૂર મોજમાણી હતી. સાંસદ રાજેશ ચૂડાસમાએ લોકો વચ્ચે બેસી ડાયરાની મોજ માણી હતી. ચોરવાડ તેમજ કુકસવાડા અને આસપાસ પંથકના તમામ લોકોએ અનંત અને રાધિકાને શુભકામનાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે આ મારા દાદાજીનું ગામ છે. ત્યારે તમે બધા મને અને રાધિકાને તેમજ મારા પરિવારને આશીર્વાદ આપો. હું અહીં તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે. રિલાયન્સમાં જે કંઈપણ છે એ ચોરવાડના કારણે છે. મને એક વિચાર આવ્યો છે કે જેમ એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થયા છે. એમ આ ગામમાંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. અહીંનાં જે બાળકો છે તે ધીરુભાઈથી પ્રેરણા લઈ આગળ વધે. આવનારાં 10 વર્ષમાં અહીંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. એ શક્તિ આ ગામમાં છે.